SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ४१ રાજાઓના તાબામાં હતું, પણ તે વીરધવલે બળથી તેના હાથમાંથી ઝુંટવી લીધું હતું. મારવાડના રાજાઓએ બળવો કર્યો અને યાદવરાજા સિંહણે બીજી બાજુથી હુમલો કર્યો તે કટોકટીના સમયનો લાભ લઈ તેણે ખંભાત પાછું લેવા માટે હુમલો કર્યો પણ વસ્તુપાલે તેને હરાવી કાઢ્યો. તેના સંબંધી વિશેષ હકીકત માટે વાંચકે હમ્મીરમદમર્દન કાવ્ય જોવું. વસ્તુપાલ સંબંધી સાહિત્ય :–વસ્તુપાલના જીવનચરિત્ર સંબંધી સમકાલીન અને પછીનું એમ બન્ને જાતનું સાહિત્ય ઘણું છે. તેનું પ્રભાવશાળી વ્યક્તિત્વ, ધોળકાના દરબારમાં તેની એકહથ્થુ સત્તા, ધાર્મિક અને સાર્વજનિક ઉપયોગનાં ભવ્ય અને સુંદર કામો અને કવિઓને તેણે આપેલા અત્યંત ઉદાર આશ્રયથી આકર્ષાઈ તેના સમયના લેખકો તેનાં ગુણગાન કરવા પ્રેરાયા હતા. ચૌલુક્યવંશના રાજાઓના કુળ કવિ સોમેશ્વરે કાર્તિકૌમુદી લખ્યું, એટલું જ નહીં પણ પોતાના સુરથોત્સવ નામના કાવ્યના છેલ્લા સર્ગમાં વસ્તુપાલની કીર્તિનું વ્યાખ્યાન કર્યું છે અને પોતાના ઉલ્લાઘરાઘવ નામના નાટકના દરેક અંકના છેડે તેના કીર્તનમાં એક શ્લોક મૂક્યો છે. અરિસિંહે પોતાના સુકૃતસંકીર્તનમાં તેનાં ધાર્મિક કામોની ઘણી જ સ્તુતિ કરી છે. એક તરફથી યાદવરાજા સિંહણે સૈન્ય લઈ હુમલો કર્યો બીજી તરફથી ભરૂચના શંખે ખંભાત લેવા ચઢાઈ કરી અને તે એવે વખતે કે જ્યારે વીરધવલ અને તેજપાલ મારવાડના રાજાઓના બળવાને દાબી દેવામાં અને મુસલમાનોના હુમલાને પાછો હઠાવવામાં રોકાયા હતા ત્યારે ગુજરાતના રાજ્ય માટે ભયંકર કટાકટડીનો સમય હતો તેનું જયસિંહસૂરિએ હમ્મીરમદમર્દન નામનું નાટક લખ્યું છે અને તેમાં વસ્તુપાલની બહાદુરી અને હુંશીઆરીથી બધા દુશ્મનોનો પરાભવ કેવી રીતે થયો તેનું આબેહુબ વર્ણન કર્યું છે. જયસિંહસૂરિએ વસ્તુપાલની પ્રશસ્તિનું કાવ્ય પણ બનાવ્યું છે. વસ્તુપાલના યાત્રાના પ્રસંગે તેના ધર્મગુરુ આચાર્ય ઉદયપ્રભસૂરિએ ધર્માભ્યુદય નામનું સોળ સર્ગનું એક મહાકાવ્ય રચ્યું છે. આ લેખકે સુકૃતકીર્તિકલ્લોલિની નામનું કાવ્ય પણ વસ્તુપાલની પ્રશંસામાં લખ્યું છે. આ કાવ્યના પહેલા અને છેલ્લા સર્ગમાં યાત્રા સંબંધી હકીકત આપેલી છે. આ બધાં કાવ્યો મંત્રીની સત્તા અને કીર્તિનો સૂર્ય મધ્યાહ્ને તપતો હતો તે સમયે એટલે સંવત્ ૧૨૮૬ના પહેલાં લખાયેલાં છે. મંત્રીના પાછળના જીવનનો અહેવાલ કોઈ પણ તે સમયના લેખકે આપ્યો નથી તે દિલગીરીની વાત છે. વસંતવિલાસ કાવ્ય સમકાલીન લેખકે લખેલું હોવા છતાં મંત્રીના પાછલા જીવનની કંઈ પણ હકીકત તેમાં આપેલી નથી. પાછળથી લખાયેલાં પ્રબંધચિંતામણી અને ચતુર્વિશતિપ્રબંધ એ બે ગ્રંથોમાં જે પ્રબંધો છે તેમાં મંત્રીના જીવનવૃત્તાંતની બધી હકીકત આપી છે. જિનહર્ષનું વસ્તુપાલચરિત્ર મંત્રીના આખા જીવનનું વિસ્તૃત હકીકતવાળું કાવ્ય છે. તે કીર્ત્તિકૌમુદી અને ચતુર્વિંશતિપ્રબંધને અનુસરે છે, છતાં તેમાં ઘણી નવી અને ઉપયોગી માહિતી છે. bsnta-t.pm53rd proof
SR No.009570
Book TitleVasant Vilas Mahakavyam
Original Sutra AuthorBalchandrasuri
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2010
Total Pages211
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy