SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ४० હકીકતોની આ કાવ્યમાં આપણે આશા રાખીએ તે સ્વાભાવિક છે, પણ કર્તા તે બાબતો કંઈ પણ ઉલ્લેખ કરતા નથી. હકીકતમાં તો પહેલાનાં બે કાવ્યો કરતાં આ કાવ્યના છેલ્લા સર્ગમાં વસ્તુપાલ મૃત્યુ પામ્યા એટલી હકીકત સિવાય બીજી કંઈ પણ નવી હકીકત આ કાવ્યમાંથી આપણને મળતી નથી છતાં પણ છેલ્લો સર્ગ ઐતિહાસિક દષ્ટિએ ઘણો ઉપયોગી છે, કારણ કે વસ્તુપાલના મૃત્યુના સમય આ સ્થળ સંબંધી જે અનેક હકીકતો કહેવાય છે તે સઘળી આથી ખોટી પૂરવાર કરી શકાય છે. પ્રબંધચિતામણિમાં વસ્તુપાલના ઉત્તર જીવન સંબંધી કંઈ પણ ઉલ્લેખ નથી. ચતુર્વિશતિપ્રબંધ અને વસ્તુપાલચરિત્ર એ બે ગ્રંથો જ તે બાબતની હકીકત આપે છે. તેમાં વસ્તુપાલના મૃત્યુનો સમય સંવત્ ૧૨૯૮નો અને સ્થળ અંકેવાલીયા આપેલ છે. પણ આ કાવ્યમાંની હકીકત ઉપરથી તે બાબત ખોટી છે એમ પૂરવાર થાય છે. મંત્રીપદની સભા પરથી વસ્તુપાલને પદભ્રષ્ટ થયાની વાત પણ ખોટી જણાય છે. વસ્તુપાલની મહેરબાનીથી જેને ગાદી મળી હતી અને જેનું રાજ્ય તેના પ્રયત્નથી મજબૂત હતું તે વીસળદેવ તેજપાલ પાસેથી મંત્રીપદની મુદ્રા લઈ લઈ નાગડને મંત્રીપદ આપે તે સંભવિત નથી અને વીસળદેવે ધાર્યું હોત તો પણ તે તેમ કરી શકે તેવું ન હતું કારણકે મંત્રીઓની સત્તા ઘણી જ સારી રીતે જામેલી હતી અને તેઓ ઘણા બળવાન હતા તેથી વીસળદેવની એકાદ વરસના ટુંકા સમયમાં સત્તા દૃઢ અને સહીસલામત થઈ શકી હોય એમ સંભવતું નથી. આબૂ પર્વત ઉપરના સંવત્ ૧૨૯૬ (વૈશાખ સુદ ૩)ની તારીખના એક લેખમાં વસ્તુપાલને મહામાત્ય તરીકે જણાવેલ છે. મારા અનુમાન પ્રમાણે તેજપાલના મરણ પછી મંત્રીનો ફેરફાર થયો હોવો જોઈએ. જિનહર્ષના મત પ્રમાણે તેજપાલનું મૃત્યુ વસ્તુપાલના મરણ પછી દશ વરસે થયું. ૧સંવત ૧૩૦૩ની સાલના એક હસ્તલિખિત તાડપત્રના લેખમાં તેજપાલ અણહિલપુરમાં મહા સત્તાશાળી પ્રધાન છે એમ જણાવ્યું છે. ન શંખ કોણ હતો ? વસ્તુપાલ સંબંધીના ગ્રંથોના શોધન કરનારા અને અનુવાદ કરનારાઓએ શંખ અથવા સંગ્રામસિંહના સંબંધમાં જે ગોટાળો ઊભો કર્યો છે તે દૂર કરવાની ખાસ જરૂર છે. તે લાટ દેશના ચાહમાણરાજા સિંહનો ભાઈ અને સિંધુરાજનો પુત્ર હતો. તે એક મહાન યોદ્ધો હતો અને નર્મદા નદીના કાંઠા ઉપર યાદવરાજા સિંહણના લશ્કરના હુમલાને તેને બહાદુરીથી પાછો હઠાવ્યો હતો. તે એક વખત યાદવરાજાના હાથે કેદ પકડાયો હતો પણ જ્યારે શંખને તેની રૂબરૂ લઈ ગયા ત્યારે તેના વ્યક્તિત્વથી અંજાઈને યાદવરાજાએ તેને છોડી મૂક્યો હતો. બાર ખંડીયા રાજાઓની મૂર્તિઓ તેના ડાબા પગે સોનાની સાંકળથી બાંધેલી હતી એમ કહેવાય છે. પહેલાં ખંભાત બંદર લાટદેશના ૧. મી. ટી. એમ. ત્રિપાઠી મને એમ જણાવે છે કે એક હસ્તલિખિત પ્રતના એક પાના ઉપર વસ્તુપાલ-તેજપાલના મરણની નીચેના તારીખો તેમને મળી છે. સં. ૧૨૯૬ મહં. વસ્તુપાલો દિવંગતઃ સં. ૧૩૦૪ મદં તેનપાતો વિંશતઃ ।। આમ વસ્તુપાલના મરણ પછી આઠ વસે તેજપાલના મૃત્યુની તારીખ મૂકી શકાય. bsnta-t.pm53rd proof
SR No.009570
Book TitleVasant Vilas Mahakavyam
Original Sutra AuthorBalchandrasuri
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2010
Total Pages211
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy