________________
ગ્રંથ રચ્યાનો સમય :–આ કાવ્ય લખ્યાની તારીખ ગ્રંથકર્તાએ જણાવી નથી, તેથી આ મહાકાવ્ય કયા વરસમાં લખાયું તે ચોક્કસ કહી શકાતું નથી, પણ તેમાં વસ્તુપાલનું મૃત્યુ સંવત ૧૨૯૬માં થયું તે બાબતનો ઉલ્લેખ હોવાથી વહેલામાં વહેલો ગ્રંથ રચ્યાનો સમય તે પછીનો કહી શકાય. આ કાવ્ય વસ્તુપાલના પુત્રના વિનોદ મટે લખવામાં આવ્યું છે, તેથી ગ્રંથનો સમય વિક્રમના તેરમા સૈકાની આખરનો અથવા ચૌદમા સૈકાની શરૂઆતના આશરાનો છે એમ આપણે ચોક્કસ કહી શકીએ.૧ - કાવ્યનો સારાંશ :-પહેલો સર્ગ પ્રાસ્તાવિક છે. કવિતા અને સાહિત્યના અમૃતનું વર્ણન કર્યા બાદ કવિ પોતાનો ઇતિહાસ આપે છે અને પોતાને સરસ્વતીએ યોગનિદ્રામાં દર્શન દઈ કવિની ભક્તિથી દેવી પ્રસન્ન છે અને કવિ સરસ્વતીનો સાચો બાળક છે એમ કહ્યું તે બાબતનું વર્ણન છે. ત્યારબાદ આ મહાકાવ્યના નાયક થવાની યોગ્યતાના કયા કયા ગુણો વસ્તુપાલમાં હતા તે કવિ આપણને જણાવે છે.
બીજા સર્ગમાં અણહિલપુરપાટણ, તેના સુવર્ણકળશમંડિત મોટાં મંદિરો, તેના ભવ્ય આલીશાન મકાનો, ત્યાંનો કિલ્લો, ખાઈ અને દુર્લભરાજ સરોવરનું વર્ણન છે. જે
ત્રીજા સર્ગમાં મૂળરાજથી બીજા ભીમદેવ સુધીના ગુજરાતના રાજાઓનું વર્ણન કર્યા બાદ વીરધવલ અને તેના વડવાઓએ ગુજરાતના રાજ્યને ભાયાતોમાં વહેંચાઈ જતું કેવી રીતે બચાવ્યું તેનું કવિએ વર્ણન કર્યું છે. રાજ્યની અધિષ્ઠાતા દેવીનું વરધવલને સ્વપ્નમાં દર્શન દેવું અને વસ્તુપાલ અને તેજપાલને મંત્રીપદે સ્થાપવા એ હકીકતનું વર્ણન
કર્યું છે.૩
ચોથા સર્ગમાં બન્ને મંત્રીઓના ગુણ અને શક્તિનું વર્ણન અને વસ્તુપાલને ખંભાતના સુબા તરીકે નીમવાની હકીકત આપવામાં આવી છે.*
પાંચમા સર્ગમાં વસ્તુપાલ અને ભરૂચમાં શંખની ચડાઈ અને શંખની હાર થઈ તે હકીકત કવિએ આપણને કહી છે.પ - છઠ્ઠા સાતમા અને આઠમા સર્ગમાં ઋતુઓ, તેને યોગ્ય ક્રીડાઓ, આનંદ સૂર્યોદય ચંદ્રોદય ઇત્યાદિનું રસિક પ્રાચીન શૈલીનું વર્ણન કવિએ સરસ રીતે કર્યું છે.
૧. જુઓ વસંતવિલાસ સર્ગ ૧-૭૫ ૨. જુઓ કીર્તિકૌમુદી. સર્ગ પહેલો. ૩. કીર્તિકૌમુદી સર્ચ ૨-૩ અને સુકૃતસંકીર્તન સર્ગ ૧-૨-૩ જુઓ. ૪. કીર્તિકૌમુદી સર્ગ ૪ જુઓ. ૫. કીર્તિકૌમુદી સર્ચ ૫ મો જુઓ. ૬. કીર્તિકૌમુદી સર્ગ ૭ અને સુકૃતસંકીર્તન સર્ગ ૬ જુઓ.
bsnta-t.pm5 3rd proof