SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ નવમા સર્ગમાં વસ્તુપાલને આવેલા એક સ્વપ્નની હકીકત વિસ્તારથી આપવામાં આવી છે. એક પગવાળા એક દેવ (ધર્મ) વસ્તુપાલને સ્વપ્નમાં દેખાયા અને કહ્યું કે કૃતયુગમાં તેને ચાર પગ હતા, ત્રેતાયુગમાં ત્રણ પગ હતા, દ્વાપરયુગમાં બે પગ હતા અને કલિયુગમાં એક જ પગ છે. મૂલરાજ અને સિદ્ધરાજે સોમેશ્વરની યાત્રાઓ કરી, સિદ્ધરાજે શત્રુંજયને બાર ગામો આપ્યાં અને તેની માતા મીનલદેવી (મયણલ્લદેવી)એ બ્રહ્મલોક મુકામે સોમેશ્વરના યાત્રાળુઓ ઉપર લેવાતો કર માફ કરાવી ધર્મનો ફેલાવો કર્યો. કુમારપાલે પણ ગિરનાર અને શત્રુંજયની યાત્રાઓ કરી અને મૂલરાજે મંડલીપટ્ટનમાં બાંધેલાં કેદાર અને સોમેશ્વરના જૂના મંદિરોનો ઉદ્ધાર કર્યો અને ઘણાં નવાં મંદિરો પણ બાંધ્યાં. ધર્મદેવે અફસોસ કરી જણાવ્યું કે હવે વસ્તુસ્થિતિ બદલાઈ હતી અને વસ્તુપાલને આદેશ કર્યો કે ધર્મનો પ્રભાવ વધે તેવાં કાર્યો કરવામાં તેણે સતત ઉદ્યમ કરવો કે જેથી ધર્મદેવના મનની ચિંતા ટળે. ત્યાર બાદ પ્રાતઃકાળની નોબતો અને ભાટચારણોના બિરુદ વર્ણન સાંભળતા મંત્રી જાગૃત થયા.* દશમા સર્ગથી તેરમા સર્ચ સુધીમાં વસ્તુપાલની યાત્રાઓનું વર્ણન છે. પોતાના ધર્મ ગુરુના ઉપદેશથી વસ્તુપાલ શત્રુંજય અને ગિરનારની યાત્રા કરવાનો નિશ્ચય કર્યો. વરધવલે પણ તેને આ ધર્મના કાર્યમાં ઉત્તેજન આપી કહ્યું કે પોતાના રાજ્યનો વિસ્તાર જેથી વધે તેવાં દરેક કામ તેમણે ખુશીથી કરવાં. તે મુજબ રાજયના મંત્રીપદનો ભાર તેજપાલને સોંપી વસ્તુપાલ જાત્રા કરવા નીકળ્યા. ચાર ખંડિઆ રાજાઓ તેની સાથે યાત્રાએ નીકળ્યા અને લાટ, ગૌડ, મરુ, કચ્છ, દાહલ, અવંતી અને વંગ દેશના સંઘપતિઓ એકઠા થઈ તેને આવી મળ્યા. તે સર્વને વસ્તુપાલે ભેટો આપી સન્માન આપ્યું. સઘળા યાત્રાળુઓને માટે જોઈતી વસ્તુઓનો અને તેમની સગવડનો બંદોબસ્ત કર્યો. માર્ગમાં આવતાં મંદિરોનાં દર્શન કરતા ગયા અને જુના મંદિરોનો ઉદ્ધાર કરાવ્યો. વલ્લભીપુર (હાલનું વળા)માં સંઘપતિએ મુકામ કર્યો. આ ઠેકાણેથી શ્રીવિજયસેનસૂરિએ વસ્તુપાલને શ્રી શત્રુંજય પર્વતનાં દર્શન કરાવ્યાં. અહીં મોટો મહોત્સવ કર્યો અને સંઘ જમાડ્યો. વસ્તુપાળની પત્ની લલિતાદેવીએ ભાવથી સાધુઓને આહાર વહોરાવ્યો. અનુક્રમે શ્રીસંઘ પાદલિપ્તપુર (હાલનું પાલીતાણા) પહોંચ્યો. અહીં તેણે શ્રી પાર્શ્વનાથના ચૈત્યમાં પ્રભુ પૂજા કરી. અને યાત્રાળુઓએ ડુંગર પર ચઢવાનું શરૂ કર્યું. કપર્દી યક્ષની પૂજા કર્યા પછી મંત્રી આદિનાથના મંદિરમાં ગયા ૧. આ સ્વપ્ન એ કવિની નવી કલ્પના છે, કારણ કે તે કીર્તિકૌમુદી કે સુકતસંકીર્તન બેમાંથી એક ગ્રંથમાં નથી. २. येन येन विधिना विजृम्भते राज्यमेतदधिकाधिकं मम । तं तमर्जयितुमिच्छया भवान्मामकं प्रतिशरीरमर्हति ।। [વસન્તવિતાસ સ ૨૦-૨૩] bsnta-t.pm5 3rd proof
SR No.009570
Book TitleVasant Vilas Mahakavyam
Original Sutra AuthorBalchandrasuri
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2010
Total Pages211
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy