________________
ગ્રંથના કર્તા છે. આ કાવ્યના પ્રથમ સર્ગમાં કવિએ પોતાની પૂર્વ અવસ્થાની હકીકત આપી છે. મોઢેરેક નામના શહેરમાં (ગાયકવાડના રાજયના કડી પરગણામાં આવેલું મોઢેરા) ધરાદેવ નામે પ્રખ્યાત બ્રાહ્મણ હતો. તે દીન દુઃખીઓને સર્વ પ્રકારે મદદ કરતો અને જિનધર્મના સર્વ સિદ્ધાંતો સારી રીતે જાણતો હતો. તેના બારણે આવેલ દરેક ભિક્ષુક તેના આપેલા પૈસાથી ભર્યા હાથે પાછો ફરતો. તેને વિદ્યુત્ નામે પત્ની હતી. તેમને મુંજાલ નામે પુત્ર હતો. તે પિતાના ઘરમાં રહેતો હોવા છતાં સંસારને માયાજાળ જેવો સમજતો હતો. શ્રીહરિભદ્રસૂરિ પાસેથી ધાર્મિક જ્ઞાનપ્રકાશ તેમને મળ્યો અને તેમણે માતપિતાની રજા લઈ જૈન સાધુ દીક્ષા ગ્રહણ કરી. ધીમે ધીમે તે દરેક વિદ્યામાં પારંગત થશે એમ વિચારી શ્રીહરિભદ્રસૂરિએ તેમને બાલચંદ્રસૂરિ નામ આપી પોતાના શિષ્ય બનાવ્યા અને પોતાનો મૃત્યુ સમય પાસે આવ્યો જાણી તેમને પોતાની પાટે સ્થાપિત કર્યા. ચૌલુક્યવંશના રાજાઓના મુકદમણિના તેજથી જેનાં ચરણ હંમેશા રંગિત થતાં, તેવા સરસ્વતીના ખરા નિવાસસ્થાનરૂપ પદ્માદિત્ય તેમના વિદ્યાગુરુ હતા, અને વાદીદેવસૂરિગચ્છના શ્રીઉદયસૂરિએ તેમને સારસ્વત મંત્ર આપ્યો હતો, એક વખત યોગનિદ્રામાં સરસ્વતીદેવીએ તેમને દર્શન આપ્યાં અને કહ્યું “હું તારા બાલ્યકાળથી સારસ્વત કલ્પથી કરેલા મારા ધ્યાનથી પ્રસન્ન થઈ છું અને જેમ પૂર્વે કાલિદાસ અને બીજા મહાકવિઓ મારા વત્સો હતા તેમ તું પણ મારો વત્સ છે.” પ્રબંધચિંતામણિમાં જણાવેલું છે બાલચંદ્રસૂરિએ વસ્તુપાલના ગુણકીર્તનનું કાવ્ય રચ્યું હતું, તેથી ખુશ થઈ તે મંત્રીએ બાલચંદ્રસૂરિને આચાર્યપદ ઉપર સ્થાપન કરવાના મહોત્સવમાં એક હજાર દ્રમ્મુ ધન ખચ્યું હતું.૧
કવિએ રચેલ અન્ય ગ્રંથો–આ ગ્રંથ ઉપરાંત કવિએ કરુણાવજાયુધ એ નામનું પાંચ અંકી નાટક રચ્યું છે. અને આસડના ગ્રંથો નામે વિવેકમંજરી અને ઉપદેશકંદલી ઉપર ટીકા લખી છે. કરુણાવજાયુધ નાટક (પ્રકાશિત-આત્માનંદ જૈનસભા-ભાવનગર) વસ્તુપાલ મંત્રી શત્રુંજયની યાત્રાએ ગયા ત્યારે રચ્યું હતું અને વસ્તુપાલના કહેવાથી ત્યાં શ્રી આદિનાથના દેરાસરમાં પહેલ વહેલું ભજવવામાં આવ્યું હતું. આ ઉપરથી સ્પષ્ટપણે જાણી શકાય છે કે વસ્તુપાલની હયાતીમાં જ બાલચંદ્રસૂરિએ કવિ તરીકે કારકીર્દી શરૂ કરી હતી.
વિવેકમંજરી અને ઉપદેશકંદલી રચી. તેના શિષ્ય હરિભદ્રસૂરિ ષડ્રદર્શનો અને સાહિત્યમાં નિષ્ણાત થયા. (જુઓ પ્રશસ્તિ-બાલચંદ્રકૃત ઉપદેશકંદલીવૃત્તિની) तथा बालचन्द्रनाम्ना पण्डितेन श्रीमन्त्रिणं प्रतिगौरी रागवती त्वयि त्वयि वृषो बद्धादरस्त्वं युतो भूत्या त्वं च लसद्गुणः शुभगणः किं वा बहु ब्रूमहे । श्रीमन्त्रीश्वर ! नूनमीश्वरकलायुक्तस्य ते युज्यते बालेन्दुं चिरमुच्चकै रचयितुं त्वत्तोऽपरः कः प्रभुः ।। इत्युक्ते तस्याचार्यपदस्थापनायां द्रम्मसहस्रं व्ययीकृतम् । [प्रबन्धचिन्तामणि पृष्ठ-२६३]
bsnta-t.pm5 3rd proof