________________
શ્રીબાલચંદ્રસૂરિનું વસંતવિલાસમહાકાવ્ય
અંગ્રેજી પ્રસ્તાવના લખનાર-સદ્ગત ચીમનલાલ ડા. દલાલ, એમ. એ. અનુવાદક—ચંદુલાલ એસ. શાહ
o.
वाग्वल्लीदलदस्यवः कति न वा सन्त्याखुतुल्योपमाः सत्योल्लेखमुषः स्वकोष्ठपिठरीसम्पूर्त्तिधावद्धियः । सोऽन्यः कोऽपि विदर्भरीतिबलवान् बालेन्दुसूरिः पुरो यस्य स्वर्गिपुरोहितोऽपि न गिरां पौरोगवस्तादृशः ॥
[અપાનિત વે:]
શ્રીવસંતવિલાસ—ચૌદ સર્ગોમાં રચેલું એક ઐતિહાસિક મહાકાવ્ય છે. ધોળકાના રાજા વીરધવળના મહામંત્રી વસ્તુપાલનું, તેઓ મંત્રીપદ ઉપર આવ્યા ત્યારથી તે તેમના મૃત્યુ સમય સુધીનું જીવનચરિત્ર તેમાં વર્ણવેલું છે અને વસ્તુપાલના પુત્ર ચૈત્રસિંહના મનને આનંદ આપવા માટે રચવામાં આવ્યું હતું.૧ કીર્તિકૌમુદી અને સુકૃતસંકીર્તન એ બે ગ્રંથો સંવત્ ૧૨૮૬ના અરસામાં વસ્તુપાલની હયાતીમાં લખાયેલા હતા પણ આ ગ્રંથ વસ્તુપાલના મૃત્યુ પછી લખાયો હતો. આ મહાકાવ્યના કર્તા વસ્તુપાલના સમકાલીન હોઈ આ ગ્રંથ સર્વ પ્રકારે સમકાલીન ઇતિહાસ જેવો પ્રમાણભૂત છે.
કર્તા અને તેનો સમય—ચંદ્રગચ્છના શ્રી રૈહરિભદ્રસૂરિના શિષ્ય બાલચંદ્રસૂરિ આ
श्रीवस्तुपालाङ्गभुवो नवोक्तिप्रियस्य विद्वज्जनमज्जनस्य ।
श्रीजैत्रसिंहस्य मनोविनोदकृते महाकाव्यमुदीर्यतेऽहो ॥१-७५॥
૨. હરિભદ્રસૂરિ-બાલચંદ્રસૂરિના ગુરુ. બાલચંદ્ર આસડની ઉપદેશકંદલી પર ટીકા કરી છે તેમાં પોતાનો વંશપરંપરા લંબાણથી આપી છે. ચંદ્રગચ્છમાં પ્રદ્યુમ્નસૂરિ થયા કે જેણે તલવાટકના રાજાને પ્રબોધ કર્યો હતો. તેની પાટે ચંદ્રપ્રભસૂરિ થયા કે જેણે જિનની પ્રાભાતિક સ્તુતિ રચી હતી. તેની પછી ધનેશ્વરસૂરિ થયા કે જેણે પોતાના સ્વર્ગસ્થ ગુરુ પાસેથી મંત્ર પ્રાપ્ત કર્યો અને સમયુ નામના નગરના દેવતાને પ્રતિબોધ કર્યો. તેને ચાર શિષ્ય નામે વીરભદ્ર, દેવસૂરિ, દેવભદ્ર અને દેવેન્દ્રસૂરિ સરસ્વતીના ચાર હસ્ત જેવા હતા, તે પૈકી છેલ્લા દેવેન્દ્રસૂરિએ જિનપ્રસાદો જ્યાં પુષ્કળ હતાં એવું મંડલી નામની પુરીમાં રહીને ત્યાં શ્રીમહાવીરપ્રભુના મંદિરમાં પ્રતિષ્ઠા કરી. તેણે સ્વહસ્તથી પોતાના પટ્ટધર તરીકે ભદ્રેશ્વરસૂરિને સ્થાપ્યા. તેની પાટે વાદીને જીતનારા એવા અભયદેવસૂરિ થાય કે જેનું ધર્મોપદેશામૃત પીને આસડે પોતાના