________________
भुवनभानवीयमहाकाव्ये
મહાકાવ્યમ્' એ ચદ્વિચિત્...
- પંક્તિવર્ય શ્રી ચન્દ્રકાન્તભાઈ સંઘવી જ ચન્દ્રની ચાંદની ત્વચાને શીતલતાદાન કરે છે. ઈક્ષખંઈશ્કરસ જિહને મધુરતા દાન કરે છે.
મૃગમદ નાસિકાને સુગંધદાન કરે છે.
| વિવિધ સુન્દરવર્ણો (કલર) નેત્રને રુપ દાન કરે છે.
સુન્દર કથાઓ કર્ણને લીનતાનું દાન કરે છે. જ્યારે મહાપુરૂષોના જીવન-ગુણ -સાધના અને સિદ્ધિથી ભરપૂર કાવ્યો કે મહાકાવ્યો ચિત્તને-ચૈતન્યને પ્રસન્નતાનું અદભુત દાન કરે છે.
પાત્રો ભજવતા પેલાં જે લખાય તે નાટક અને જીવન જીવ્યા (પાત્ર ભજવ્યા) પછી જે લખાય તે ચરિત્ર.. અર્થાત્ નાટક પહેલા લખાય પછી ભજવાય. ચરિત્ર પ્રથમ ભજવાય અને પછી આલેખાય.. - એક અદભુત સાધકનું આવા પ્રકારનું ચરિત્ર મહાકાવ્યરૂપે આવ્યું છે.. તે ચરિત્રના મૂલનાયક છે પ્રેમ-વાત્સલ્યના મહાસાગરસમ પ્રેમસૂરિજી દાદા... વિવિધ છંદોથી છન્ન, પદ્યોથી સંપન્ન તથા તરંગોથી તરલિત મહાકાવ્ય એટલે સિદ્ધાંતમહોદધિ: મહાકાવ્યમ્...
જેમાં શ્રી પ્રેમસૂરિદાદાનું નથ થી રૂતિ સુધીનું જીવન ઝળહળી રહેલ છે. પૂજ્યશ્રીએ સ્વજીવનમાં જે અપૂર્વ સંયમસાધના, જ્ઞાનોપાસના, જિનશાસન પ્રભાવના, સર્વવિરતિ ધર્મનો ઘંટનાદ કર્યો અને ઝંઝાવાતી વ્યાધિની સામે પણ ગિરિવત અડોલ રહીને મહાન નિર્જરાના સાધક બની આસન્ન મોક્ષગામી થયા. તે સઘળા ય ભાવોનું સુંદર વર્ણન પદ્યના માધ્યમથી કાવ્યકારે કરેલ છે. આમળમાંથી જેમ આમ્રરસ ઝરે તેમ શ્લોકોના પધોમાંથી સુમધુર કાવ્યરસ-ગુણરસ ઝરી રહેલ છે. અનેકાનેક છંદોથી ભરપૂર આ મહાકાવ્ય સાધક આત્માઓને પ્રેરણાસ્રોત સમાન બની રહેશે. - વર્તમાનકાલે સંસ્કૃતના અભ્યાસકોને સંસ્કૃત ભાષાના પુષ્ટિકરણ માટે, ભાષાને પ્રૌઢ અને રસાળા બનાવવા આવા અદભુત કાવ્યો અતિસહાયક બને તેમ છે. સંસ્કૃતની બે બુકના અભ્યાસ પછી ઈતરદર્શનના કાવ્યો વાંચવાની જે પ્રથા છે. તે કાવ્યોને બદલે જૈનદર્શનના આચાર તથા સંયમ સંપન્ન મહાત્માઓના વૈરાગ્યરસસભર કાવ્યો વાંચવાનું શરૂ થાય તો આત્મિકલાભ અનેકગણો થઈ શકે. સંયમમાં સ્થિરતા પામી શકાય. કાવ્યમાં શ્રી પ્રેમસૂરિદાદાની જીવનશૈલી તપોધર્મની વિશિષ્ટ આરાધના, સહવર્તિ-આરાધક આત્માઓની યોગ અને ક્ષેમની અદભુત કલા, શ્રીસંઘહિતની ચિન્તા, ઈત્યાદિ અનેકવિધ જીવનોપયોગીઆત્મોપયોગી પાસાઓનું અદભુત દર્શન તથા સ્વ-જીવનમાં કેવી રીતે તે ભાવોનું અવતરણ કરાવવું તેની દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. કાવ્યકારશ્રીએ સમતાસાગર મહાકાવ્ય (શ્રી પદ્મવિ.મ.નું ચરિત્ર) (૨) પરમપ્રતિષ્ઠા ખંડ કાવ્યમ્ (જેમાં શ્રી પ્રેમસૂરિદાદાએ કરાવેલ પિવાડા નગરની અદભુત પ્રતિષ્ઠાનું રોચક વર્ણન છે.) (૩) સિદ્ધાંતમહોદધિ: મહાકાવ્યમ્ (શ્રી પ્રેમસૂરિદાદાનું મનોહર જીવનચરિત્ર) ની અદભુત કૃતિ રચીને વિદ્યાવ્યાસંગ આત્માઓને માટે પાથેયતુલ્ય ૩/૩ મહાકાવ્યો જિનશાસનના નભોમંડલમાં તારકવત તરતા મૂકેલ છે.