________________
થા-મા વાતુ સરસ્વતી – કાં તો હવે ગૌડ પંક્તિો. કાવ્યપાઠ છોડી દે અને કાં તો મારા બદલે બીજી સરસ્વતી નીમી દો.
આ ઉપરાંત જેઓ શાસસંશોધનના ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યા છે - કરવાની ભાવના ધરાવે છે. તેમને પણ આ પ્રબંધનું જ્ઞાન અનિવાર્ય છે. દશ હસ્તપ્રતિઓથી જે કામ ન થઈ શકે, એ કામ આ લઘુપુસ્તિકાના જ્ઞાનથી થઈ શકે છે. તેવો સ્વયં અનુભવ થશે. વિશિષ્ટ અશુદ્ધિઓ'ખંક્તિ અંશો વગેરેના અવસરે તો તેની પૂર્તિ માટે છંદજ્ઞાના અત્યંત ઉપયોગી નીવડશે એ નિશ્ચિત છે.
આ સિવાય પણ અગણિત છંદો છે. પરિમિતાનિ છન્દ્ર શાસ્ત્રાળ (જ્ઞાતાધર્મવથાવૃત્તિ:) છંદોનુશાસન જેવા વિશાળ ગ્રંથમાં ય સર્વ છંદો સમાઈ શક્યા નથી. વર્તમાનમાં તો વિશેષથી સંક્ષેપરુચિ જીવો હોવાથી, તેમના અનુગ્રહ માટે આ પ્રયાસ છે. માટે મુખ્ય અક્ષરમેળ છંદો અહીં દર્શાવ્યા છે.
અલંકારની વ્યુત્પત્તિ કરણ-કર્તા બંને રૂપે થાય છે. (૧) કાયિતેડન (૨)સત્તરોતીતિા પ્રથમમાં જેના વડે અલંકૃત કરાય છે. અહીં અલંકાર એ સાધનમાત્ર થઈને બાહ્ય-ઔપાધિક ધર્મ બને છે. જ્યારે દ્વિતીયમાં જે અલંકૃત કરે છે, અહીં અલંકાર એ કાવ્યનો સ્વાભાવિક ધર્મ બને છે.
વાસ્તવમાં અલંકાર એ માત્ર કાવ્યને અલંકૃત કરવાનું ઉપકરણ જ નથી. પણ વસ્તુ કે વ્યક્તિમાં રહેલ મનોવૈજ્ઞાનિક સૌન્દર્યને સ્પષ્ટ કરવાનું સરળ સાધન પણ છે. આ પ્રબંધના વાચકને આની પ્રતીતિ થયા વિના નહીં રહે.
આગમમાં દશ પ્રકારના સત્ય બતાવ્યા છે જેમાંનું એક છે હોવમસળે = ઉપમાસત્ય. મુખ ચંદ્ર જેવું છે – આ વાત પણ સત્ય છે. ઉપમા એ અલંકારોનો આધાર છે. માટે એના ઉપલક્ષણથી બીજા પણ અલંકારો સમજી શકાય.
અલંકારોના જ્ઞાન વિના અર્થઘટન કરવામાં ઘણી થાપ ખવાતી હોય છે. અદભુત શ્લેષ વગેરેથી ભરેલો શ્લોક અજ્ઞાનને કારણે સમજાય નહીં, પછી સાવ અગબબગષ્મ અર્થ કરી ગાડુ ગબડાવી દેવાય અથવા તો “આ શ્લોકમાં જ કાંઈ ભૂલ લાગે છે' એમ કહીને છોડી દેવાય એ તો શાસ્ત્ર અને શાસ્ત્રકારને કરેલો કેટલો અન્યાય છે ! એમની કેટલી આશાતના છે ! અલંકારોનો પ્રયોગ તો ગદ્ય અને પદ્ય બંને સાહિત્યમાં થતો હોય છે. માટે ગલે ને પગલે અલંકારોનું જ્ઞાન ઉપયોગી બની શકે. ગામડિયો મૂઠી ધાન્ય માટે ચિતામણિરત્ન વેંચી દે અને ઝવેરી એને માથે મૂકીને નાચે... બરાબર આ જ ઘાટ અલંકારઅજ્ઞાની અને જ્ઞાનીની બાબતમાં ઘડાતો હોય છે.
અલંકારો પણ આટલા જ છે એમ ન સમજવું. કવિરાજોની વચનરચનાનાં પ્રકારોનો અંત ન હોઈ શકે. માટે અલંકારોની સીમા નથી. ક.સ. હેમચન્દ્રાચાર્યે પ્રસ્તુત અલંકારોનો સમાવેશ ૨૯ અલંકારોમાં કરેલ છે. પણ તેના વિશદ જ્ઞાન માટે આ ભેદોનો અભ્યાસ જરૂરી છે.
આ બધું મિથ્યાષ્ટિઓનું છે એમ સમજવું ઉચિત નથી. સિદ્ધાન્તસાર ગ્રંથમાં કહ્યું છે કે છંદ અને અલંકારોનો ઉદભવ “ક્રિયાવિશાલ' નામના અગિયારમાં પૂર્વમાંથી થયો છે –
'छन्दोऽलङ्कारशास्त्राणां, क्रियाणां प्रतिपादकम् । ક્રિયાવિશાનના ધ્યાd, નવોટિપપ્રમ” Tીર-૧૦૮ાા'
હકીકતમાં તો સમ્યગ્દષ્ટિ જીવ વડે પરિગૃહીત હોય તે શ્રુતજ્ઞાન જ હોય. માટે તે રીતે પણ આ જ્ઞાન સમ્યક ઠરે છે –
વ્યવિરા-ઇન્ડો-ડાઉનનાદવ-વ્યિ-ત-ળતરા सम्यग्दृष्टिपरिग्रहपूतं जयति श्रुतज्ञानम् ।।
આ પરિસ્થિતિ સમજીને વિદ્યાર્થીઓ વાંચન ચાલુ કરતાં પૂર્વે આ પુસ્તિકાનો અભ્યાસ કરશે - અધ્યાપકો કરાવશે. એવી આશા રાખું છું. વિશિષ્ટ ક્ષયોપશમ વિના, અધ્યાપક વિના પણ માત્ર અઠવાડિયાની અંદર આ વિષયમાં પારંગત થઈ શકાય એવી આ સરળ અને ટૂંકી