________________
અનુક્રમ
છે.
શ્રીભુવનભાનુસૂરિ-જન્મશતાબ્દીએ
નવલું નજરાણું (૧૯૬૭-૨૦૬૭ - ચૈત્ર વદ ૬)
જ
:
2
છન્દોલંકાણનિરૂપણમ
પ્ર
-
જ
(છંદ અને અલંકારોની Short & Sweet
21480, A Shortcut for Poets)
છે
-
ઉપન્યાસ ......... છંદજ્ઞાનભૂમિકા.... .............. છંદજ્ઞાન-શોર્ટકટ અલંકાર-શોર્ટકટ મંગલ-વિષયનિર્દેશ ........ ૪૨ છંદ, ૧૧૮ અલંકારોની ફોર્મ્યુલા,
સમજુતી, ઉદાહરણ .................... ૧૯ ઉપમા વ્યંજક શબ્દ-ધાતુઓનો ખજાનો ..... ૨૦ દોષનિરુપણ.........
...........૧૦૦ કાવ્યરચના માટે Master keys ................ ૧૦૪ જ્ઞાન મૃતં નમ્...............
વૈરાગ્યદેશના દક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી-શિશુ પંન્યાસપ્રવરશ્રીકલ્યાણબોધિવિજયજી ગણિવર્ય
પ્રકાશક શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
ઉપન્યાસ
- પંન્યાસ શ્રીકલ્યાણબોધિવિજયજીગણિવર્ય
સાહ્ના' આ ધાતુથી છંદ શબ્દનો ઉદભવ થયો છે. જીવમાત્રને આહલાદ-સુખ ગમે છે. તેથી જ ગીતસંગીતમાં પણ સહજ રસ-આનંદ આવે છે – એ સર્વાનુભવસિદ્ધ છે. જીવના આ સ્વભાવને ધ્યાનમાં લઈને લાખો શાસ્ત્રો પણ છંદમય રચાયા છે.
આ પ્રબંધ કવિ બનવા માટે જ છે એવું નથી. વાંચના માટે પણ છંદોનો અભ્યાસ અનિવાર્ય છે. વર્ષોના પર્યાયવાળા વિદ્વાન કહેવાતા મહાત્માઓ વગેરે પણ પાઠ લેતા-આપતાં ટીકા વગેરેમાં એકાદ શ્લોક આવે તેને ગદ્યની જેમ રગડાવી દે અથવા તો પદની જેમ બોલવાનો. નિફ્ટ અને હાસ્યાપદ પ્રયાસ કરે એ કેટલું દુઃખદ છે ! પાક્ષિક પ્રતિક્રમણમાં સ્નાતસ્યા સ્તુતિ કોઈ એવી રીતે બોલે ત્યારે આપણો પ્રતિભાવ કેવો હોય છે ? એ યાદ કરશું તો આ વાત સમજાઈ જશે. પ્રારંભે જ જણાવ્યું તેમ છંદનો
સ્વભાવ છે કે એ આહલાદદાયક હોય છે. છંદના પ્રકાર, વિરામ વગેરેના જ્ઞાનપૂર્વક બોલવામાં આવે એટલે એ પરમ આહલાદ તો આપે જ છે, સાથે સાથે એના શબ્દો ને ભાવોનો પ્રભાવ પણ અનેક ગણો વધી જાય છે. જેમ તેમ બોલી જવું એ તો તેનો એક અપેક્ષાએ અનાદર અને આશાતના પણ છે.
કાવ્યમીમાંસા નામના ગ્રંથમાં કહ્યું છે કે કાવ્યરચના કરવી એ તો સહેલી વસ્તુ છે. પણ કાવ્યનું ઉચિત ઉચ્ચારણ કરતા તો તે જ જાણે છે કે જેના પર મા સરસ્વતીની કૃપા હોય. અને એવું ઉચ્ચારણ જો આવડી જાય તો સંસ્કૃતનો કક્કો પણ નહીં જાણનારા લોકો મંત્રમુગ્ધ થઈને તેનું કાવ્ય સાંભળ્યા કરશે.
જૈનેતરો તો માને છે કે અનુચિત ઉચ્ચારણથી મા સરસ્વતી નારાજ થાય છે. પ્રાચીન સમયના ગૌડ દેશના વિદ્વાનો એવો ઉચ્ચાર કરતા હતાં. તેમનાથી ત્રાસી જઈને મા સરસ્વતીએ બ્રહ્માને ફરિયાદ કરી - નીરો વા ચનતુ
—
—
-
૫
—
—