________________
િ વિશે જ
કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા રચિત શ્રી સિધ્ધ હેમ ચંદ્ર શબ્દાનુશાસન નામના વ્યાકરણ વિષયક મહાન રત્ન સાગર સમ મૂલ્યવાન વ્યાકરણ શાસ્ત્રનું તેમની બુધ્ધી અને મતિને વફાદાર રહી તેનું અનુસંધાન કરી. તેની રચના મારા દાદાગુરૂ સાહિત્ય સમ્રાટ વ્યાકરણ વાચસ્પતિ પ.પૂ આચાર્ય શ્રી મદ વિજય લાવણ્યસુરીશ્વરજી મહારાજ સાહેબે અત્યંત પરિશ્રમ વેઠીને માં ભગવતિ શારદા ની પરમ કૃપા પ્રાપ્ત કરીને કર્યું છે. તેવા આ મહાન શ્રી સિધ્ધહેમ શબ્દાનુશાસન ના છઠ્ઠા અધ્યાય નું પ્રકાશન થઈ રહયું છે.
ધણા ધણા વિદ્વાન આચાર્ય ભગવંતો મુનિ ભગવંતો તેમજ વિધ્વાન પંડિત વર્યો ની આ સાહિત્ય માટેની વારંવારની માંગણી એ આ સાહિત્યની ઉપયોગીતા પૂરવાર કરે છે. તેમાય સવિશેષ શાસન પ્રભાવક પૂ.આચાર્યશ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.ના શિષ્ય રન સાહિત્ય પ્રેમી પૂ.આચાર્ય શ્રી વિજય રાજશેખરસૂરીશ્વરજી મ.ની આ છઠ્ઠા અધ્યાયને પ્રકાશિત કરવાની પ્રેરણા હતિ.
અમદાવાદ મુકામે મારા પૂ.ગુરૂદેવ શ્રી માન વિજય દક્ષસૂરીશ્વરજી મ.સા ની પ્રેરણા માર્ગદર્શન હેઠળ પંડિત વર્ય શ્રી અંબાલાલ પ્રેમચંદ શાહ દ્વારા શ્રી સિધ્ધ હેમ શબ્દાનુશાસન છઠ્ઠા અધ્યાય નું ટાઈપ સેટિંગ તેમજ પ્રીન્ટીંગ નું કામ ઈ. ૧૯૭૫ થી ૭૮ શ્રી રાજુભાઈ કેનિમેક પ્રીન્ટર્સને ત્યાં ચાલુ હતું કાર્ય પૂર્ણ થવા આવ્યું હતું ત્યાં જ જલ પ્રલય ના કારણે છપાયેલ તમામ ફર્મા કાલ કવલીત બની ગયાં.
સદભાગ્યે આ મહાન ગ્રંથના ફર્માની એક એક પ્રતિ પૂ.ગુરૂદેવ ની પાસે રહિ હતી. તેમાય પેજ નં.૧૮૫ થી ૨૨૪ સુધી તથા ૨૩૨ થી ૨૪૦ તથા ૨૮૧ ૨૮૮ સુધી ના પેજ ઉપલબ્ધ નથી તેનો રંજ છે. છતાં છે. તેનો આનંદ માનિ આ મૂલ્યવાન સાહિત્ય વિદવ૬ જનો સમક્ષ પ્રગટ થઈ રહયું છે.
મારા પૂ.ગુરૂદેવ કહેતા હતાં કે પૂ.ગુરૂદેવ નું આ સાહિત્ય પ્રભાકર એટલુ અણમોલ છે કે કાશી-બનારસ ના મોટા મોટા દિગ્ગજ વિધ્વાન પંડિતો આ ગ્રંથો ને જોતા અને એમ બોલી ઉઠતાં તે આતો મહાપરમાં પાણીની નો અવતાર છેકે સાક્ષાત હેમચંદ્રાચાર્ય આવા સાહિત્ય ની રચના માટે વર્તમાન કાળ માં ફોઈ સમર્થ હોય તેમ જણાતું નથી આજ છે પૂ.દાદા ગુરૂદેવ શ્રી લાવણ્યસૂરીશ્વરજી મહારાજ ની અપ્રિતમ પ્રતિભા. સાડા આઠ લાખ શ્લોક પ્રમાણ નૂતન સંસ્કૃત સાહિત્યનું બેજોડ સર્જન પૂ.લાવણ્ય સૂરીશ્વરજી મહારાજાએ કર્યું છે. તેમના આ મહાન ગ્રંથો વિદેશ માં હાવર્ડ અને ઓક્ષફંડ યુનિવર્સીટી માં અભ્યાસ ક્રમ માં પણ પાઠય પુસ્તક તરીકે પ્રધાનતા પામ્યાં છે. જે અત્યંત ગૌરવાસ્પદ છે. પૂ. દાદાગુરૂદેવ નુ અપ્રકાશિત સાહિત્ય વહેલી તકે પ્રકાશિત કરવાની અમારી હાર્દિક ભાવના છે. શ્રી વિજય લાવણ્યસૂરીશ્વરજી જ્ઞાનમંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શ્રી પ્રવીણભાઈ બગડીયા, શ્રી હસમુખભાઈ બગડીયા, શ્રી ધીરુભાઈ બગડીયા, શ્રી અશોકભાઈ બગડીયા, તેમજ શ્રી મુકુંદભાઈ જે શાહ,શ્રી મહેશભાઈ એફ શેઠ શ્રી દિલીપભાઈ જે.શાહ તેમજ ગુરૂભકતોની પણ ભાવના છે.માં ભગવતી શ્રી સરસ્વતી દેવિ કૃપા વરસાવે અને દાદા ગુરૂદેવ ગુરૂદેવ અશિમ આશિષ વર્ષાવે.અને આ ભગીરથ કાર્ય સંપન્ન બને.આ પ્રકાશન માં મુનિ મહાપદ્મવિજયજી મ. તથા બાલમુનિ શ્રી શ્રી પદ્મવિજયજી નો તથા પંડિત વર્ય શ્રી મહેશભાઈ એફ.શેઠ પંડિત વર્ય શ્રી જેઠાભાઈ ભારમલ શાહ નો તથા પ્રિન્ટીંગનું સંપૂર્ણકાર્ય શ્રી હેમેન્દ્ર જે શાહ. (ઉદય પ્રિન્ટર્સ) તથા જય ભૈરવ ગાફિકસ વાળા શ્રી હિતેષભાઈ રાંકા તથા મુન સ્ટોક વાળા શ્રી તરૂણભાઈનો સહયોગ સાંપડયો છે જે સદાય સ્મરણીય રહેશે.બાતેં કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્યજી ના તથા સાહિત્ય સમ્રા શ્રી માન લાવયસૂરીશ્વરજીના ચરણો માં શત કોટી વંદના પૂર્વક.........
વિજય પ્રભાકરસૂરિ શ્રી સમવસરણ મહામંદિર,પાર્થનગર ગાસતીર્થ વા. વિરાર જી. થાણા મહારાષ્ટ્ર આવતા ના શાસનમ્ II દક્ષ શિશુ
વિ.સં ૨૦૬૩ અશાડ સુદ-૧
"Aho Shrutgyanam