________________
* યત્કિંચિત છે
તિર્થંકર ભગવંતોએ ધર્મ તિર્થની સ્થાપના ભલે બિહાર કે ઉતરપ્રદેશમાં કરી પણ એ ધર્મ વધારે ફેલાયો ગુજરાત અને રાજસ્થાનમાં આ ક્ષેત્રોમાં ધર્મ આજે પણ વિસ્તૃત પ્રમાણમાં જોવા મળે છે.એ ધર્મને ટકાવવાનું સૌભાગ્ય મળ્યું ગુર્જરદેશ ને આ ભૂમિ પર અનેક ાષિમુનિઓ થઈ ગયા,તેમ અનેક મહાપુરુષો પણ થઈ ગયા,એ સહુએ ગુર્જરદેશને, વિશ્વના નકશામાં અમર બનાવ્યું. જૈન ધર્મ ફલ્યો ફાલ્યો અહીંજ જોવામળે છે. આ દેશની એક વખતની રાજધાની એટલે પટ્ટણ. જે અણહિલપૂર પતન ન નામે ઓળખાતી જૈન નગરી તરીકે જે પ્રસિધ્ધિને પામેલ આ નગર માં વિક્રમ ની અગ્યારમી સદીમાં મહારાજા સિધ્ધરાજ જયસિંહ નું સામ્રાજય ચાલે. જૈનોમાં પણ તે વખતે વિધ્વાન અને પ્રતિભાવંત સાધુઓ હતા.પરસ્પર વાદ થતા.આવા કાળમાં પણ તે વખતન મહાપુરુષો એ વધુંકા નગર ના માતા પાહિની અને પિતા ચાંચેય ના પુત્ર ચાંગદેવે પાંચ જ વર્ષની નાની વયમાં આચાર્ય પ્રવર શ્ર દેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા પાસે દીક્ષા લઈ ઘણીજ વિઘ્નતા પ્રાપ્ત કરી.જિનશાસનની શ્રેણીમાં જેમનું નામ તેજસ્વી સિતારા તરીકે સામેલ થયું .એવીશ વર્ષની નાની વયમાં જેમને આચાર્ય પદવીથી વિભૂષિત કરવામાં આવેલા ભલભલા વાદીઓને પણજે પરાસ્ત કરતા.આ મહાપુરુષે મહારાજા સિધ્ધરાજ જયસિંહ ની વિનંતિ પ્રેરણા પામી તેમના સંપૂર્ણ સાથ અને સહયોગ ધ્વારા તત્કાલી પાણીની,શાકઢાયન ચાન્દ્ર આદિ વ્યાકરણોને સન્મુખ રાખી સંસ્કૃત ભાષાને સરળતા અને સંપૂર્ણતા અર્પે એવા એક પ્રકૃષ્ટ વ્યાકરણની એકજ વર્ષના ઘણાજ અલ્પ કાળમાં વૈવિધ્યસભર રચના કરી.વિવાદ સામે ટકકર ઝીલી વ્યાકરણ સુવર્ણ પરીક્ષામ પણ પાસ થયું .આથી જ જેનું નામ સિધ્ધ હેમ શબ્દાનુશાસન પડયું સિધ્ધ થયું છે. હેમ પરીક્ષા માં જે અથવા સિધ્ધ એટલે સિધ્ધરાજ ની પ્રેરણાથી સાકાર થયેલ હેમ એટલે હેમચન્દ્રાચાર્યે રચેલ એવું શબ્દાનુશાસન. આ ગ્રન્થ લઘુવૃતિ ,મધ્યમવૃતિ બુહ્રવૃતિ અને બૃહન્યાસ એમ ચાર ભાગમાં રચાયું છે.આ શબ્દાનુશાસન ની સાથે સાથે છંદોડનુશાસન,વાદાનુશાસન, કાવ્યાનુશાસન અને લિંગાનુશાસન એમ કુલ પાંચ અનુશાસનની રચના તે વખતે એકજ વર્ષના ગાળામાં તેમણે કરેલી છે.આ મહાપુરુષે અ
ઉપરાંત બીજા પણ અનેક ગ્રંથો રચેલા.
સમસ્ત વ્યાકરણ નો પ્રાણ કહેવાય તેવો બૃહન્યાસ કાળબલે લુપ્ત થવા લાગ્યો. પછીના આચાર્ય ભગવંતોનું આ બાબ લક્ષ્ય ગયું ન હોય થા કોઈપણ અગોચર કારણે વધારે ને વધારે ત્રુટિત થવા લાગ્યો. આ અંગે દીર્ઘદર્શી આચાર્ય ભગવંત શાસ સમ્રાટ્વીજીને ચિંતા થઈ આવી.અલભ્ય વસ્તુ ને નષ્ટ થઈ જશે તો જૈન શાસન ને ઘણું મોટું નુકશાન સહેવું પડશે.એ ઘડીય પોતાના શિષ્ય લાવણ્ય વિજય ને પોતાના મનની વ્યથા કહી અને આ ત્રુટિત ન્યાસને અનુસંધાન કરવા પ્રેરણા કરી,પોતાનું બુધ્ધિ અને શક્તિ બહારનું કામ હોવા છતાં ગુરૂ ભગવંતનો આદેશ પામી આશિષ લઈ ભગવતી મા સરસ્વતી ની ઉપાસના કર શાસનપતિ મહાવીરદેવની કૃપા મેળવી એ કામ હાથ ધર્યું.લગભગ આઠસો વર્ષના સુદીર્ઘ કાળમાં મહદંશે લુપ્ત થઈ ગયેલા ૨ બુહન્યાસને જોડવાનું ઘણું જ અઘરું અને વિરાટકાય કામ હતું તે ગુરૂકૃપાના બળે કલિકાલસર્વજ્ઞ ની શૈલીને સંપૂર્ણ વફાદાર રહે એ કામ આરંભાયું, સતત ધગશ અને ચિંતન સાથે પોતાની કાયાની પણ પરવા કર્યા વિના તન્મય બની કાર્ય આગળ વધવ લાગ્યું. પોતાના બન્ને વિધ્વાન અને વિનયી શિષ્યો પૂ.ક્ષવિજયજી તથા પૂ.સુશીલ વિજયજી ના સભ્યોગથી આગળ વધ્યું .અ સાહિત્ય ના લખાણને મુદ્રિત કરવા ગુરૂભક્તોએ ટ્રસ્ટની બોટાદ ખાતે સ્થાપના કરી.એ સંસ્થાના ઉપક્રમે એક પછી એક ગ્રન્થ બહાર પડવા લાગ્યા સાહિત્ય ક્ષેત્રે જૈન શાસન ને ચરણે અમુલ્ય નજરાણું ધરાવા લાગ્યું દિનરાત ગુરૂદેવ નું સાહિત્ય કાર્ય ચા જ રહ્યું.લગભગ આઠ લાખ શ્લોક પ્રમાણ સાહિત્યની રચના કરી જેમાં ના કેટલાક ગ્રન્થો છપાયા.કેટલાયનું સાહિત્ય સર્જન - કિંમતિ લખાણ હજુ અમુદ્રિત છે.આ રીતે ગુરૂદેવની અપ્રતિમ પ્રતિભા તથા શક્તિનાં સંઘને દર્શન થયા ગુરૂદેવના કાળધર્મ થઈ પણ પૂ.આયાર્યશ્રી દક્ષસૂરીશ્વરજી તથા પૂ. સુશીલસૂરીશ્વરજી બન્ને બંધુ બેલડીએ પુસ્તક પ્રકાશનને આગળ ચાલુ રાખ્યું. પણ કા બળે સમય અને સંજોગોીન એ કાર્ય વિલંબમાં પડી ગયું. આજે પ્રશિષ્યરત્ન પૂ. આચાર્ય શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ. સ શાસન ના અનેક કાર્યોમાં વ્યસ્ત હોવા છતાં આ કાર્ય હાથ ધર્યું અને જેની વરસોથી માંગ હતી અનેક આચાર્ય ભગવંતો,સાદ ભગવંતો તથા પંડિતો તરફ થી વારંવારની માગણીને ધ્યાનમાં લઈને નસીબ જોગે જે ફરમાની એક જ કોપી ઉપલબ્ધ હોવાન કારણે જે રીતે મલ્યું તે રીતે અને જેટલું મળ્યું તેટલું યથાવત્ છપાવી આ બૃહન્યાસનો છઠ્ઠો અધ્યાય સંઘ તથા શાસનને ચર અર્પતાં આનંદ અનુભવીએ છીએ માં ભગવતી સરસ્વતી દેવિ ની પરમ કૃપા થી પૂ.દાદા ગુરૂદેવ નું અપ્રગટ સાહિત્ય શીઘ્ર પ્રકાશિ કરવાની ભાવના સફળ બને તેવિ શાસન દેવને પ્રાર્થના
ફાગણ વદ.૯ વિક્રમ સં ૨૦૬૩ સાહિત્ય સમ્રાટ્ પૂણ્ય નિધિ દિન
"Aho Shrutgyanam"
પં. મહેશભાઈ એફ.શેઠ મલાડ મુંબઈ