________________
પ્રસ્તાવના
બધાં વ્યાકરણેમાં તહિત પ્રકરણ મટી જગ્યા રોકે છે. આ વ્યાકરણમાં પણ બે અધ્યાય (છઠ્ઠા અને સાતમે અધ્યાય) પ્રમાણ જગ્યા રોકાયેલી છે. તેમાંથી છઠ્ઠો અધ્યાય અહીં પ્રકાશિત થાય છે.
વસ્તુતઃ તહિત એટલે તેને માટે હિતકારી” એવી સામાન્ય વ્યાખ્યા છે. કેઈ યાર લૌકિક અને વૈદિક સંદર્ભ માટે હિતકારી એમ કહ્યું છે. તદ્ધિત પ્રત્યય એટલે ભાષાનું લઘુકરણ, એમ પણ કોઈકે કહ્યું છે. મતલબ કે, શબદના અર્થમાં વિશેષતા, સચેટતા અને તેને ટુંકાક્ષરી બનાવવી, એ તહિત પ્રત્યયનું કામ છે.
આ તતિ પ્રત્યને ધ્યાનમાં રાખીને વિભાગ કરીએ તે તે ત્રણ વિભાગમાં સમાવેશ પામે. (૧) સામાન્યવૃત્તિ નામ, (૨) અવ્યયસંક નામ અને (૩) ભાવવાચક નામ, એમ બતાવી શકાય.
ગુણવાન, ડાલ, વત્સલ, લેમણ વગેરે નામે, અપત્યાક નામે, “તે એનાથી થયું એવા અર્થે માટે લાગેલા પ્રત્યવાળા નામને સામાન્યવૃત્તિમાં સમાવેશ થાય છે.
એતહિ, પરસ્તા, પૂર્વઘુ, દ્વિધા, ત્રિધા વગેરેમાં લાગેલા પ્રત્યથી બનેલાં નામે અવ્યયસંરક નામમાં આવે છે.
પટુતા, શૌર્ય, સ્તેય, , અધ, વગેરે ભાવમાં લાગેલા પ્રત્યથી બનેલાં નામે ભાવવાચકમાં ગણાવી શકાય,
આ રીતે તહિતના પ્રત્ય, અર્થ સમજાવવા માટેની ટૂંકાક્ષરી પદ્ધતિ છે, એમ માની શકાય. આથી વિશેષ તદિત પ્રકરણ વિશે લખવાનું રહેતું નથી.
પં. શ્રી અંબાલાલ પ્રેમચંદ શાહ
"Aho Shrutgyanam