________________
११
ચરમવર્ણધ્વંસને સમાપ્તિ કહેવાય છે. પ્રતિયોગિવિધયા વર્ણસમૂહાત્મક ગ્રંથ સમાપ્તિનું મુખ્ય કારણ છે. મુખ્ય કારણ વ્યાપાર દ્વારા જ કાર્યોત્પત્તિ કરે છે. દંડ, ભ્રમણ દ્વારા ઘટ ઉત્પન્ન કરે છે. મંગલ, વિઘ્નધ્વંસ દ્વારા સમાપ્તિનું કારણ બને છે. આમ ગ્રંથ મુખ્ય કારણ છે અને વિઘ્નધ્વંસ વ્યાપાર છે. વિઘ્ન સમાપ્તિમાં પ્રતિબંધ ઊભો કરે છે. મંગલ વિઘ્નને દૂર ક૨વા દ્વારા મુખ્ય કારણભૂત ગ્રંથને ઉપકારક બને છે તેથી ગૌણ કારણ છે.
મીમાંસાની પરિભાષામાં મુખ્ય કારણને પ્રધાન અને પ્રધાનના ઉપકારક કારણને ‘અંગ’ કહેવાય છે. સમાપ્તિરૂપ કાર્યમાં ગ્રંથ પ્રધાન છે. મંગલ અંગ છે. અંગને સ્વતંત્ર ફળ હોતું નથી પ્રધાનના ફળને સંપાદિત કરવામાં સહાયક બનવું અંગનું પ્રયોજન છે. આચાર્ય ઉદયને આ
પ્રકારની કાર્યકારણવ્યવસ્થા સ્થિર કરી છે.
નવીનોના મત પ્રમાણે મંગલ ન તો પ્રધાન કારણ છે ન તો અંગ છે. પ્રયાજ અંગ બનીને પ્રધાન જયોતિષ્ટોમ વગેરે યાગને ઉપકાર કરે છે અને અદષ્ટ દ્વારા સ્વર્ગાદિ ફળ મળે છે, તે રીતે મંગલ અંગ બનીને પ્રધાન-ગ્રંથને ઉપકારક થઈ વિઘ્નધ્વંસ દ્વારા સમાપ્તિનું કારણ નથી. મંગલની કારણતા પાપધ્વંસમાં પ્રાયશ્ચિત્તની કારણતા જેવી છે. સમાપ્તિ, કર્તાની બુદ્ધિપ્રતિભા વગેરેને કારણે જ થાય છે.
સંક્ષેપમાં મંગલવાદનું વિષયવસ્તુ આ છે.
ઉપા. શ્રી સિદ્ધિચંદ્રજી કૃત મંગલવાદ
વાદગ્રંથોમાં પૂર્વપક્ષ ઉત્તરપક્ષરૂપે મુખ્ય વિષયની ચર્ચા થાય છે. સાથે જ અનેક પ્રસંગાગત વિષયોની ચર્ચા પણ થતી રહે છે. ઉપાધ્યાયજી શ્રી સિદ્ધિચંદ્રજી કૃત મંગલવાદનું અવગાહન કરવાથી આ વિષયનો ખ્યાલ આવશે. મંગલ વિષે ચાર બાબતોની ચર્ચા આ વાદમાં થઈ છે.
(૧) નાસ્તિકોનો પૂર્વપક્ષ
(૨) પ્રાચીન નૈયાયિકોનો પક્ષ
(૩) નવ્ય નૈયાયિકોનો પક્ષ
(૪) મંગલ અને તેના નમસ્કારત્વ વિ. ભેદોનું નિર્વચન.
ગ્રંથકારે પ્રારંભમાં મંગલ કર્યું છે. મંગલવાદનો પ્રારંભ ઉદયનનો મત ટાંકીને કર્યો છે. પ્રાચીનો મંગલને અંગભૂત કારણ માને છે તેથી અંગત્વનો પરિષ્કાર કર્યો છે.
ચરમ-વર્ણનિ—પ્રતિયોગિતા સંબંધથી ચરમવર્ણમાં છે અને મંગલ સ્વ–સમાન-કર્તૃકત્વ સંબંધથી ચરમવર્ણમાં છે. મંગલ અને ચરમવર્ણના કર્તા એક જ છે.
asta\mangal-t\3rd proof
(આધાર-શાસ્ત્રવાર્તાસમુચ્ચય-સ્યાદ્વાદકલ્પલતા ટીકા હિંદી અનુવાદ - શ્રી બદરીનાથ શુક્લ.)