________________
१०
મંગલવાદનો વિષય સમજીશું.
પૂર્વે કહ્યું તેમ મને સાં ન આ અને તેમનું ખાવા બન્યાં ' આ બે વિપ્રતિપત્તિઓ મંગલવાદનું મૂળ છે. પ્રથમ વિપ્રતિપત્તિનો પૂર્વપક્ષ નાસ્તિક છે, ઉત્તરપક્ષ નૈયાયિક છે. દ્વિતીય વિપ્રતિપત્તિનો પૂર્વપક્ષ પ્રાચીન નૈયાયિક છે, ઉત્તરપક્ષ નવ્ય નૈયાયિક છે. આમ, મંગલવાદમાં ત્રણ સ્તરે ચર્ચા થાય છે.
પ્રાચીન નૈયાયિકોના મતે–મંગલ નિર્વિઘ્ન ગ્રંથ સમાપ્તિ માટે કરાય છે. મંગલ કારણ છે, સમાપ્તિ તેનું કાર્ય છે. આથી જ ગ્રંથની શરૂઆતમાં મંગલ કરવું આવશ્યક છે.
નાસ્તિકો મંગલ અને સમાપ્તિના કાર્યકારણ ભાવમાં જોવા મળતા વ્યભિચારની દલીલ આગળ કરીને મંગલાચરણની નિરર્થકતા સાબિત કરવા પ્રયત્ન કરે છે. મંગલની કારણના પ્રમાણ સિદ્ધ નથી. પ્રત્યય, અનુમતિ કે શ્રુતિ ત્રણમાંથી એક પણ પ્રમાણ મંગલની કારણતાને સિદ્ધ કરતું નથી. નાસ્તિકની આ દલીલ સામે નૈયાયિકો બે અનુમાન રજૂ કરે છે. વેદમાં મંગલનું વિધાન સાક્ષાત્ જોવા મળતું નથી છતાં શિષ્ટોના આચાર દ્વારા શ્રુતિનું અનુમાન કરી શકાય છે. શિષ્ટાચાર દ્વારા અનુમાનિત શ્રુતિ મંગલની સફળતા સિદ્ધ કરે છે. સમાપ્તિ સિવાય મંગળનું કોઈ ફળ નથી માટે મંગળ અને સમાપ્તિ વચ્ચે કાર્યકારણભાવ સિદ્ધ થાય છે.
मङ्गलं सफलम् अविगीतशिष्टाचारविषयत्वात् ।
मङ्गलं समाप्तिफलकम् समाप्यन्याफलकत्वे सति सफलत्वात् ॥
આ બે અનુમાન દ્વારા મંગળની સફળતા અને સમાપ્તિફળજનકના પ્રમાણસિદ્ધ છે. તેથી જ મંગળ અને સમાપ્તિ વચ્ચેના કાર્યકારણભાવમાં જોવા મળતા વ્યભિચારનું નિરાકરણ વિઘ્નભૂયક્ત્વ અને જન્માન્તરીય મંગલની કલ્પનાથી કરવું જોઈએ.
પ્રાચીન મત પ્રમાણે મંગલ અને સમાપ્તિ વચ્ચે કાર્યકારભાવ કંઈક અલગ પ્રકારનો છે. મંગલ સમાપ્તિનું મુખ્ય કારણ નથી, ગૌણ કારણ છે. સમાપ્તિનું મુખ્ય કારણ તો ગ્રંથ છે.
asta\mangal-t\3rd proof
૧. પ્રાચીનો સમાપ્તિને મંગલનું કારણ માને છે. કાર્ય-કારણભાવની સંગતિ કરવા કાર્ય અને કારણ એક અધિકરણમાં રહેતા હોય તે જરૂરી છે. ચરમવર્ણસરૂપ સમાપ્તિ આકાશાદિમાં અથવા ગ્રંથમાં રહે છે જ્યારે મંગલ ગ્રંથકર્તા કરે છે. મંગલ અને સમાપ્તિના એકાધિકરણવૃત્તિત્વની સંગતિ અનેક રીતે કરવામાં આવી છે.
(૧) મંદ્યનિ સમાપ્તિનું ઉત્પત્તિ સ્થળ માનીએ તો સ્વ-પ્રતિયોગિ-ચરમ વર્ણાનુ કૂલ-કૃતિમત્ત્વ સંબંધથી સમાપ્તિ ગ્રંથકર્તામાં રહે છે. સ્વ = ચરમવર્ણધ્વંસ તેનો પ્રતિયોગી ચરમવર્ણ, તેને ઉત્પન્ન કરતી કૃતિ ગ્રંથકર્તામાં છે. તે જ રીતે મંગલ પણ સ્વાનુકૂલ કૃતિમત્ત્વ સંબંધથી ગ્રંથકર્તામાં છે. સ્વ = મંગલ.
(૨) ગ્રંથકર્તાના શરીરને સમાપ્તિનું ઉત્પત્તિ સ્થળ માનીને પણ આ સંગતિ થઈ શકે છે. સમાપ્તિ સ્વપ્રતિયોગિ—ચરમ વર્ણાનુકૂલ-કૃત્યવચ્છેદકતા સંબંધથી ગ્રંથકર્તાના શરીરમાં રહે છે. કૃતિ આત્માનો ગુણ છે. શરીર આત્માનું અવચ્છેદક છે. શરીરાવચ્છિન્ન આત્મામાં જ કૃતિ ઉત્પન્ન થઈ શકે છે. મંગલ સ્વાનુકૂલકૃતિ સમાનાધિકરણાદેષ્ટજન્યત્વ સંબંધથી ગ્રંથકર્તાના શરીરમાં રહે છે. સ્વ = મંગલ તેને અનુકૂળ કૃતિનું સમાનાધિકરણ છે મંગલકર્તાનું અદૃષ્ટ, કૃતિ અને શરીરોત્પાદક અદૃષ્ટ ગ્રંથકર્તા (મંગલકર્તા)ના આત્મામાં રહે છે. આ અષ્ટથી જન્ય ગ્રંથકર્તાનું શરીર છે.
(૩) મંથને એટલે કે ચરમવર્ણને સમાપ્તિનું ઉત્પત્તિસ્થળ માનીને પણ આ સંચિત થઈ શકે છે. સમાપ્તિ