________________
શાસ્ત્રોદ્ધારનું ભગીરથ કાર્ય
જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ મારફત પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ શાસ્ત્ર ઉપર સસ્કૃત ટીકા લખી રહ્યા છે તેમજ તેના અનુવાદો ગુજરાતી તેમજ હિંદી ભાષામાં સાથે થાય છે અને આ રીતે એક શાશ્વ ચાર ભાષામાં પ્રગટ થાય છે. આવાં શાસ્ત્રો લગભગ ૧૮ થી ૨૦ પ્રગટ થઈ ગયાં છે અને ૩૫ લગભગ આગમ સંસ્કૃત ટીકા સહિત લખાઈ ગયાં છે એક બત્રીશીના સપૂણ પુસ્તકે લગભગ ૫૦-૬૦ જેટલી શિખ્યામા થશે અને શાસ્ત્રોદ્ધાર સમિતિ તે સંપૂર્ણ બત્રીશી માત્ર ૨૫૧ રૂપિયા ભરનારને ઘેર બેઠાં પહોંચાડે છે કે જેની કિંમત આશરે ૮૦૦ થી ૯૦૦ લગભગની થાય.
આટલી સસ્તી કિંમતે આગમ બત્રીશી ઘેર ઘેર પોંચાડવાનું કાર્ય કેઈએ પણ આજ સુધી કર્યું હોય તે આ પ્રથમ જ છે. આ પહેલાં એક પ્રયાસ પૂજ્ય શ્રી અમુલખરીજી મહારાજે આગ ઉપર હિંદી અનુવાદ કરેલ અને જેને શેઠ સુખદેવ સહાય જવાલાપ્રસાદે છપાવીને દરેક જગ્યાએ મત પહોંચાડેલ પણ તે વખતે બધુંય કામ સસ્તુ હતુ જ્યારે અત્યારે તે કાગળના ભાવ ૧૦ ગણો વધી ગયા છે. તેમજ છપાઈ વગેરેના ભાવ પણ વધ્યા છે તે ઉપરાંત આ શાસ્ત્રો તે સંસ્કૃત ટીમ સાથે પ્રગટ થાય છે એટલે આ સૂત્રની બત્રીશીની કિમત એક હજારની આંકીએ તે પણ ઓછી છે. માટે આવી સુદર તક કેઈ પણ સઘ કે સંસ્થા જતી ન કરે એવી શ્રેન સમાજને અમારી વિનંતી છે પાંચ વરસ પછી આ બત્રીશી હજાર રૂપિયા દેતાં પણ નહિ મળે એ સૌએ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે
આ ઉપરાંત આ ભગીરથ કામ સમિતિ અને પૂજ્યશ્રી જે ઉત્સાહથી કરી રહેલ છે તેને પૂર્ણ સહકાર સાથે સહાયતા આપવી પણ જરૂરી છે આ કામ આપણું જ છે એમ દરેક સાધુ સાધ્વીઓ પણ સમજે અને દરેક સંઘે પણ સમજે.
તંત્રી “જેન
તિ” તા. ૨૦-૧૨-૫૯