________________
સેકડો સર્ટીફીકેટ ઉપરાંત હાલમાં મળેલા કેટલાક તાજા અભિપ્રાયા.
શા સ્રો દ્વાર ના કાર્યને વેગ આપે. તત્રીસ્થાનેથી (જૈનયાતિ) તા. ૧૫-૯-૫૭
પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ ઠાણા ૪ હાલમાં અમદાવાદ મુકામે સરસપુરના સ્થા. જૈન ઉપાશ્રયમાં બિરાજમાન છે. તેઓશ્રી શાસ્ત્રોદ્ધારનું કા ખૂબ જ ખંત અને ઉત્સાહથી વૃદ્ધવચે પણ કરી રહ્યા છે. તેએાશ્રી વૃદ્ધ છે છતાં પણ આખેા દિવસ શાસ્ત્રની ટીકાઓ લખી રહ્યા છે. આજ સુધીમાં તેમણે લગભગ ૨૦ જેટલાં શાસ્ત્રોની ટીકાઓ લખી નાખી છે અને ખાકીનાં સૂત્રાની ટીકા જેમ અને તેમ જલદી પૂર્ણ કરવી તેવા મનારથ સેવી રહેલ છે. સ્થા. જૈન સમાજમાં શાસ્ત્રો ઉપર સ*સ્કૃત ટીકા લખવાના આ પ્રથમ જ પ્રયાસ છે અને તે પ્રયાસ સંપૂર્ણ અને એવી અમે શાસનદેવ પ્રત્યે પ્રાના કરીએ છીએ. આજ સુધી ઘણા મુનિવરેએ શાઓનું કામ શરૂ કરેલ છે પણ કાઇએ પૂર્ણ કરેલ નથી. પૂજ્યશ્રી અમુલખઋષીજી મહારાજે ખત્રીસે શાસ્ત્રો ઉપર હિન્દી અનુવાદ કરેલ અને સંપૂર્ણ અનેલ. ત્યારખાદ આચાર્ય શ્રી આત્મારામજી મહારાજશ્રીએ હિન્દી ટીકા કેટલાક શાસ્ત્રો ઉપર લખેલ પણ ઘણાં શાસ્ત્રો ખાકી રહી ગયાં પૂજ્ય હસ્તિમલજી મહારાજે એક બે થાઓ ઉપરની ટીકાએના અનુવાદે કરેલ. પૂજ્ય શ્રી જવાહિરલાલ મહારાજશ્રીએ સૂયગડાંગ સૂત્ર ટીકા સહિત હિન્દી અનુવાદ સાથે કરેલ. શ્રી સૌભાગ્યમલજી મહારાજે આચારાંગની હિન્દી ટીકા લખેલ. પણ સંપૂર્ણ શાસ્ત્રો ઉપર સ`સ્કૃત ટીકા હજી સુધી સ્થા. જૈન સાધુએ તરફથી થયેલ નથી. જ્યારે પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજશ્રીએ ૨૦ શાસ્રો ઉપર સ*સ્કૃત ટીકા તેના હિન્દી ગુજરાતી અનુવાદ કરાવેલ છે આથી હવે આશા ખંધાય છે કે તેઓશ્રી ખત્રીસે ખત્રીસ શાસ્ત્રો ઉપર સંસ્કૃત ટીકા લખવામાં સફળ થશે અને શાસ્રોદ્ધાર સમિતિએ આજ સુધી ૧૦ થી ૧૨ શાસ્ત્રો છપાવી પણ દીધાં છે અને હજી પણ તે શાસ્ત્રો વિશેષ જલદી છપાય તે માટે શાસ્ત્રોદ્ધાર સમિતિ સંપૂર્ણ પ્રયત્ન કરી રહેલ છે તે ધન્યવાદને પાત્ર છે.
જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિના રૂા. ૨૫૧] ભરીને લાઇફ મેમ્બર થનારને શાસ્ત્રો તમામ, શાસ્ત્રોદ્ધાર સમિતિ તરફથી ભેટ મળે છે. આ રીતે એક પંથ અને ઢો કાજ, અન્ને રીતે લાભ થાય તેમ છે. રૂા. ૨૫૧ માં ૫૦૦ રૂપિયાની કિંમતના શાસ્ત્રો મળે એ પણ માટે લાભ અને પ્રવચનની પ્રભાવના કરવાના ધર્મલાભ પણ મળે છે