________________
સગવડ છે? આમ મારી સાથે વાર્તાલાપ થયો હતો. બંને આ પ્રમાણે એકમત થતાં તેમના પિતાશ્રીએ ખીચન તાર કરવા સૂચના કરી તા. ૨૭-૫-૧૭ ના રોજ પૃથ્વીરાજજી માલુ ખીચન (રાજસ્થાન) ઉપર તાર કર્યો.
તા.૨૮-૫–૫૭ના રોજ જવાબ આવ્યે કે શ્રી વિનોદભાઈએ ખીચનમાં સ્વયમેવ દીક્ષા ગ્રહણ કરી છે. એટલે તેમના પિતાશ્રીએ રાવબહારશ્રી એમ. પી. સાહેબ શ્રી કેશવલાલભાઈ પારેખ અને પંડિતજી પૂર્ણચંદ્રજી દક એમ ત્રણેયને શ્રી વિનેશકુમારને પાછા તેડી લાવવા માટે ખીચન મોકલ્યા તા. ૨૮-૫-૫ના રોજ રવાના થઈ તા. ૩૦-૫-૧૭ના રોજ સવારે કલેદી સ્ટેશને પહોંચ્યા. બળદગાડીમાં તેઓ ખીચન ગયા કે જ્યાં સ્થવિર મુનિશ્રી શીરેમલજી મહારાજ પૂજય પંડિતરત્ન શાસ્ત્ર વિશારદ શ્રી સમર્થમલજી મહારાજ આદિ ઠાણ ૮ તથા પૂજ્ય તપસ્વી મહારાજ શ્રી લાલચંદજી મહારાજ આદિ છે. ૪ બિરાજમાન હતા. કુલ્લે સાધુ-સાદેવીની સંખ્યા અદાવીસથી ત્રીસની હતી.
પૂછપરછના જવાબમાં શ્રી વિનોદમુનિએ કેશવલાલભાઈ પારેખને કહ્યું કે મેં તે દીક્ષા અંગીકાર કરી લીધી છે તેમાં કાંઈ ફેરફાર થાય તેમ નથી. તમે અમારા વીરાણું કુટુંબના હિતૈષી છે. અને જે સાચા હિતૈષી છે તે મારા પૂ. બા અને બાપુજીને સમજાવીને મારી હવે પછીની મેટી દીક્ષાની આજ્ઞા અઠવાડિયાની અંદર અપાવી છે એટલું જ નહી પણ
સવિ જીવ કરૂં શાસન રસી”ની ભાવનામાં અને આજ દિવસ સુધીના મારી ઉપરના ઉપકારના બદલામાં આગમને અનુલક્ષીને મારી ભાવના એ જ હોય કે, મારી દીક્ષા તેઓની દીક્ષાનું નિમિત્ત બને અને મારા માતા-પિતા સદગતિને સાધે અર્થાત્ મારી સાથે દીક્ષા લીએ,
આવા દઢ જવાબના પરિણામે તે જ સમયે શ્રી વિનોદકુમારને પાછા લઈ જવાની ભાવનાને નિષ્ફળતા સાંપડી અને તા. ૩૧-૫-૧૭ ની રાત્રીના રવાના થઈ તા. ૨-૬-૫૭ના સવારે મહા પરીષહરૂપ ક્ષેત્રને અનુભવ કરી, શ્રી વિનોદકુમારના પિતાશ્રીને તમામ વાતથી વાકેફ કર્યા.
થોડા વખતમાં ફદીના શ્રી સંઘે પૂ શ્રી લાલચંદજી મહારાજને દીમાં ચોમાસુ કરવાની વિનંતી કરી તેને અસ્વીકાર થવાથી સંઘ ગમગીન બને એટલે નિર્ણય ફેર અને અષાઢ સુદ ૧૩ ના રોજ ખીચનથી વિહાર કરી ફલેહી આવ્યા.