________________
સમય માત્રને પ્રમાદ કરે ઠીક ન લાગે, તેથી શ્રી અરિહંત ભગવતે તથા શ્રી સિદ્ધ ભગવતેની સાક્ષીએ મારા ગુરુ મહારાજ સમક્ષ પ્રજ્યા પાક ભણીને મારા આત્માના કલ્યાણ માટે દીક્ષા અંગીકાર કરી છે. સમાજને પેટે ખ્યાલ ન આવે કે મારી દીક્ષા ક્ષણિક પુરસાથી અગર ગેરસમજથી થઈ છે તેથી તથા સમાજમાં જૈનશાસનની પ્રભાવના થાય તે હેતુથી મારે મારા વૃત્તાંત પ્રગટ કેરે ઉચિત છે.
1 ઉત્તરાધ્યયનજી સત્રના ૧૮ મા અધ્યયન પરથી મને લાગ્યું કે મનુષ્ય જીવનનું ખરૂં કર્તવ્ય મક્ષફળ આપનારી દીક્ષા જ છે.
છેવટ સુધી મેં મારા બાપુજી પાસે દીક્ષા માટે આજ્ઞા માગી અને તે વખતે પણ પહેલાંની જેમ વાત ઉડાવી દીધી અને અનંત ઉપકારી એવા મારા બાપુજી સમક્ષ હું તેમને કડક ભાષામાં પણ કહી શકતું ન હતું અને બીજી બાજુથી મને થયું કે આયુષ્ય અશાશ્વત છે અને આવા ઉત્તમ કાર્ય માટે જરાપણ પ્રમાદ કરે ઉચિત નથી. તેથી મેં વિચારીને આ પગલું ભર્યું છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે શ્રી વીરપ્રભુ મહાવીર સ્વામીને સકળ સંઘ મારા આ કાર્યને અનુમોદશે જ “તથાસ્તુ".
રાજકેટમાં શ્રી વિનોદકુમારના ગયા પછી પાછળથી ખબર પડી કે વિનોદ કુમાર દેખાતા નથી એટલે તપાસ થવા માંડી ગામમાં ક્યાંય પત્તો ન લાગે એટલે બહારગામ તારે કર્યા. કયાંયથી પણ સંતોષકારક સમાચાર સાંપડયા નહીં. અર્થાત્ પત્તો મળે જ નહીં. આમ વિમાસણના પરિણામે તેમના પિતાશ્રીને બે મહિના પહેલાંની એક વાતની યાદ આવી તે એ હતી કે તે વખતે શ્રી વિનોદકુમારે આજ્ઞા માગેલી કે “બાપુજી! આપની આજ્ઞા હોય તે આ ચાતુર્માસ ખીચન (રાજસ્થાન) જાઉં કારણ કે ખીચનમાં પૂ. ગુરુમહારાજ શ્રી સમર્થમલજી મહારાજ કે જેઓ સિદ્ધાંત વિશારદ છે અને અનેકાંતવાદના પૂરા જાણકાર છે, તેઓ ત્યાં બિરાજમાન છે જેઓશ્રી પાસે શાસ્ત્રાભ્યાસ કરવા માટે પૂ શ્રી લાલચંદજી મહારાજ આદિ ઠાણું ૪ જવાના છે. તે મારી ઇચ્છા પણ ત્યાં તેમની પાસે જવાની છે.
આ વાતચીતનું મરણ પિતાશ્રીને આવવા સાથે તેઓએ પં. પૂર્ણચંદ્રજી કને પિતાની પાસે બોલાવ્યા અને વિનેદકુમાર માટેની પોતાની ચિંતા વ્યક્ત કરી. પડિતનું આ વાતને સમર્થન મળ્યું. તેઓશ્રીએ જણાવ્યું કે થોડા સમય પૂર્વે વિનેદકુમારે મારી પાસે જાણવા માગ્યું હતું કે, ખીચનમાં કેવા પ્રકારની