________________
જ્યારે સ્નેહરાગ વીતરાગતાં અને કેવળજ્ઞાન પામવામાં નડતર રૂપ છે. ખૂદ ગૌતમસ્વામીને મહાવીર પરમાત્મા પર પ્રશસ્ત સ્નેહરાગ હતો, તો ત્યાં સુધી તેમને કેવળજ્ઞાન ન થયું. પૃથ્વીચંદ્ર અને ગુણસાગરને પણ સ્નેહરાગ નડતો હતો, ભવોભવ, છેવટે સ્નેહરાગને જીતી, સંયમની ઉત્તમ આરાધના કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થયાં. ત્યાંથી મનુષ્ય રૂપે ઉત્પન્ન થયાં. યોગ્ય સમયે પૃથ્વીચંદ્ર રાજગાદી પર બેઠાં. તો ગુણસાગર લગ્નની ચોરીમાં કેવળજ્ઞાન પામ્યાં.
આ જ રીતે રામચંદ્રજી અને સીતાને અત્યંત સ્નેહરાગ હતો પરંતુ મહાસતી સીતાજીએ જ્યારે પોતાનાં કર્મોથી થતી પોતાની બેહાલી જોઈ સંસાર અસાર લાગ્યો ત્યારે સીતા સાધ્વીજી બન્યાં, અને એ જ રીતે રામનો લક્ષ્મણ સાથેનો સ્નેહરાગ તૂટ્યો અને રામે દીક્ષા લીધી અને મોક્ષે ગયાં.
દ્વેષ અને દ્વેષના અનુબંધો કરતાંય રાગ અને રાગનાં અનુબંધો વધારે ખરાબ છે. આદ્રકુમાર જેવાં પણ આ રાગનાં બંધનોને કારણે સંસારમાં રહી ગયાં.
વિરાગી થઈ જવાનાં કારણે અનાર્ય દેશનું આખું સૈન્ય જેમને બાંધી ન શક્યું તેમને રાગને કારણે કાચાં સૂતરનાં તાંતણાં બાંધી ગયાં. જન્માંતરમાં ય પરમ વિરકિતથી પત્ની સાથે ચારિત્ર્યનો સ્વીકાર કર્યો
97