________________
હતો પણ એક વાર સાધ્વી રૂપે પત્નીને જોતાં મનમાં સંસાર સંબંધી નબળો વિચાર આવ્યો, રાગનાં સંસ્કારો દ્રઢ બન્યાં, આ અતિચારની આલોચના કર્યા વિના કાળધર્મ પામ્યાં અને પરિણામે જ્યાં જૈન શાસન ન મળે તેવાં અનાર્ય દેશમાં જન્મ થયો. વિચાર કરો કે સ્નેહ રાગમાં મસ્ત બનેલાં આપણું શું થશે ? સ્નેહરાગ તો એટલો બધો ખરાબ છે કે માણસને ભાન ભૂલો બનાવી દે.
વાસ્તવિકતાઓ પણ સ્વીકારવાં ન દે. મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું, સો સો પુત્રોના મૃત્યુને ન જીરવી શકતાં મહારાજા ધૃતરાષ્ટ્ર અને મહારાણી ગાંધારીના મનમાં હજુ પોતાના પુત્રો માટેનો રાગ, સ્નેહ રાગ હેજ પણ ઓછો થયો નથી. પોતાના જ પુત્રોનો દોષ હોવા છતાંય તેઓ તેમના મૃત્યુને સહન કરી શકતાં નથી. જ્યાં સુધી ચિત્તમાં રાગનો સાપ સળવળી રહ્યો છે અને દ્વેષનું શમન થયું નથી ત્યાં સુધી શાન્તિ મેળવવાનું તેમને માટે ઘણું મુશ્કેલ છે.
જીવનમાં શાન્તિ પ્રાપ્ત કરવા માટે સ્નેહરાગ છોડવું અનિવાર્ય છે. રાગ છૂટતાં ક્રોધ આપોઆપ છૂટી જાય છે. જયાં સુધી સ્નેહરાગ, ક્રોધ, દ્વેષ, ચિત્તમાં જાગતા બેઠા હોય ત્યાં સુધી શાન્તિ કેવી ? અને સાચી શાન્તિ વગર આત્માનો ઉદ્ધાર ક્યાંથી?
98