________________
સુધીનાં વિચારો એ રૌદ્રધ્યાન છે. આ કામરાગને નાથવા વિજય શેઠ અને વિજય શેઠાણીનો દાખલો આપણે વિચારવા જેવો છે. એક કૃષ્ણપક્ષનું બ્રહ્મચર્ય અને એક શુક્લ પક્ષનું બ્રહ્મચર્ય જીંદગી ભર
પાળ્યું.
સ્નેહ-રાગ : દીકરા-દીકરી, પૌત્રો ઉપરની લાગણી, તેનું ચિંતન એ સ્નેહરાગ છે. માને પૂછો કે દીકરા દીકરીનો ચહેરો જોઈને કેવાં ખુશ થાય છે? અહીંયા પ્રવચનમાં બેઠાં બેઠાં વિચાર કરે કે દીકરી જે જગ્યાએ રહે છે ત્યાં વ્યવસ્થા તો સારી હશેને? અત્યારે એને ખાઈ લીધું હશેને? આ બધો સ્નેહરાગ, મા-બાપ કે મિત્ર સ્વજન પ્રત્યેની પ્રેમભરી લાગણી તે સ્નેહ-રાગ. અહીંયા પ્રવચન પત્યા પછી અમે પૂછીએ કે આ ભગવાનની વાતો ગમે છે ને? એટલે મા કહે કે, બીજું બધું તો બરોબર પણ કોણ જાણે કેમ-ધર્મ કરતાં કરતાં પણ દીકરાં - દીકરી - પૌત્રો યાદ આવી જાય છે. આ જ સ્નેહ-રાગ, અને તેમાંથી પ્રગટેલું રાગધ્યાન કહેવાય. ઘણાં આરાધકો માળા ગણતાં – પણ દીકરાદીકરી સાથે મનોમન વાત કરી લે.
ઘણાં ધર્મક્રિયા પણ પોતાની પત્ની સાથે જ કરવી છે એવો આગ્રહ રાખે છે. પણ શાસ્ત્રોમાં જે ક્રિયા સજોડે કરવાનું વિધાન છે તે સજોડે કરવાની તે સિવાય રાગને પોષવા માટે બધી જ ક્રિયાઓ સજોડે કરવાની નથી, કારણ કે કામરાગ વિરતી પામવામાં નડતર રૂપ છે,
96.