________________
સ્નેહાનુબંધી અને વિષય-સંરક્ષણાનુબંધી આ ચારે રૌદ્રધ્યાનનાં પ્રકારોનાં મૂળમાં કામરાગ અને સ્નેહરાગ પણ છે. એનાંય મૂળમાં અનુકૂળતાનું અર્થીપણું અને પ્રતિકૂળતાનું દ્વેષીપણું છે. આ - આ કામ-રાગ કેવાં કેવાં ઉત્તમ આત્માઓને પીડતો હોય છે. તેનો એક દાખલો ભગવાન શ્રી યુગાદિનાથ આદીશ્વર છે. જ્યારે દેવલોકમાં લલિતાંગ નામે દેવ હતાં અને સ્વયંપ્રભા નામની તેમની દેવી હતી. દેવીનું આયુષ્ય પૂરું થવાથી પ્રભુનો આત્મા લલિતાંગ દેવની વેદના, વ્યથા, રૂદન કેવાં હતાં એ બધું જ વર્ણન કલિકાલસર્વજ્ઞ ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્રમાં કર્યું છે.
કામી માણસોને કામ ન મળે ત્યાં સુધીની જે ઉત્કંઠા હોય, કામ મળ્યાં પછીનો જે ઉન્માદ હોય અને કામનાં સાધનો ઝૂંટવાઈ જતાં જે વલોપાત હોય, તેનું ધ્યાન ત્રિષષ્ઠી મહર્ષિએ ત્યાં આપ્યું છે. કામ પોતે અરૂપી છે છતાં એ જેને વળગે છે તેને પુરેપુરો આંધળો કરે છે. જેમકે, ત્રિપૃષ્ઠ - વાસુદેવમાં પિતાનો કામરાગ કેવો. ત્રિપૃષ્ઠનાં પિતા પ્રજાપતિને પોતાની જ દીકરીનું રૂપ જોઈને કામ પ્રગટ્યો. કામરાગ કેવાં અકાર્યો કરાવે છે તેનો પણ આ એક નમૂનો છે. આમ આવાં કામનાં વિચારો એ કામરાગનું પરિણામ છે. એનું ચિંતન, ભાવના, અનુપ્રેક્ષા અને ધ્યાન એ રાગધ્યાનમાં આવે છે. આ એક પ્રકારનું આર્તધ્યાન છે, અને આ રાગને માણતાં જે આડાં આવે તેને પતાવવાં
95T