________________
આજે તીર્થયાત્રાએ જતાં પણ લોકો આવાં જ વિચારો કરે છે. કયાં સગવડતા સારી છે ? ત્યાં જઈને વાનગીઓ સારી, આગતાસ્વાગતા સારી અને સગવડતા સારી એટલે મહોત્સવ સારો. આ પણ કામ-રાગનું જ પરિણામછે.
પતિ-પત્નીને એક બીજા પરનો રાગ તે કામરાગ, આ સ્થૂળ વ્યાખ્યા છે, બાકી પાંચેય ઈન્દ્રિયો અને તેનાં વિષયોનાં સાધન સામગ્રીનો રાગ તે કામરાગ, જ્યારે વ્યક્તિ કે વસ્તુ પ્રત્યેનો સ્નેહની, મમત્વની લાગણી હોય તે સ્નેહરાગ. કામભોગની વૃત્તિ વિનાનો રાગ તે સ્નેહરાગ. પરંતુ ભોગ વૃત્તિમાંથી પ્રગટે તે કામરાગ. આજે તો પરિવારજનો પ્રત્યે પણ સાચો સ્નેહરાગ ક્યાં છે ? આજે તો નર્યો સ્વાર્થરાગ છે. જેમકે પતિ-પત્ની એક સાથે જીવતાં હોય, દુનિયાને લાગે કે જાણે સારસ-સારસીનું જોડું છે, પરંતુ બેમાંથી એક જણનું મૃત્યુ થાય, પછી કેટલાંય લોકો તરત જ બીજી વાર પરણી જાય છે અને મજેથી જીવે છે. એટલે જ રાગાંધ જીવો, ધર્મ પાળવા માટે નિયમો કે પચકખાણ પણ લઈ શકતાં નથી. કામરાગને વશ થશો તો નિયમો નહીં પાળી શકો. પુત્ર કે પત્નીનાં નિમિત્તે આર્તધ્યાનની જેમ રૌદ્રધ્યાન પણ આવી શકે છે, એટલે કે સ્નેહરાગ કે કામ-રાગમાંથી રૌદ્રધ્યાનનાં પાયા ઉદ્ભવી શકે છે, જેમકે મારી પત્ની સામે જો કોઈ આંખ માંડશો તો હું તેની આંખ ફોડી નાંખીશ. હિંસાનુબંધિત, મૃષાનુબંધી
KAU
COREY
94