________________
દુનિયાની ગટરો ઘરમાં એવી ઠલવાઈ છે કે કોઈ ઘરનાં સભ્યને પવિત્ર રહેવું હોય તો પણ કપરું બની જાય ભૂતકાળમાં ઘરમાં ચિત્રપટો એવાં રખાય કે ધર્મભાવના વધે. જ્યારે આજે તો એવાં સાધનો (જેવાં કે ટી.વી.) વસાવ્યાં છે કે પવિત્રતા બચાવવી અઘરી પડી જાય.
એકેક ઇંદ્રિયોનાં જેટલાં વિષયો છે તે વિષયો પ્રત્યે આસક્તિ હોવી એ પણ સરવાળે કામરાગ જ છે. ઘરનાં ગાર્ડનમાં આવું જ થવું જોઈએ, પડદા આવાં જ હોવાં જોઈએ, કાર આવી જ હોવી જોઈએ. ઍ, કપડાં, જૂતાં, બેલ્ટ, ઘડિયાળ આવાં જ જોઈએ, આ બધો જ એક પ્રકારનો કામરાગ છે. મને તો મારી પત્નીની હાથની જ રસોઈ જોઈએ. આવો તીવ્ર પક્ષપાત એ પણ કામરાગ છે. આ મોહાંધ લોકોની દુનિયા છે. આ બધું જ કામરાગનું પરિણામ છે. હવે તો આ ભાવ ક્યાં સુધી પહોંચ્યો છે તે વિચારવા જેવું છે. ઘણાં આવીને કહે છે કે હમણાં પ્રતિષ્ઠા મહોત્સવ ઘણો સરસ થયો, એટલે મને અનુમોદનાનો ભાવ જાગે. એટલે મેં પૂછ્યું કે ‘‘પ્રતિષ્ઠા મહોત્સવમાં શું વિશેષ હતું? એટલે એમને જવાબ આપ્યો કે મહોત્સવમાં એકેક વ્યવસ્થાઓ અફલાતૂન હતી. જમવાની વ્યવસ્થા એકદમ સરસ હતી. એકેક આઇટમો ભૂલી ભૂલાય તેમ નહોતી. જે રીતે બનાવી હતી અને જે રીતે પીરસી હતી તેનું વર્ણન શબ્દોમાં થાય એવું નથી. પછી મેં પૂછ્યું - કયા કયા ભગવાનની પ્રતિષ્ઠા થઈ ? પ્રવચનો કયા વિષયનાં હતાં? એટલે ભાગ્યશાળીએ જવાબ આપ્યો કે એ બધો ખ્યાલ નથી.
93