________________
રાગના આઠ સ્વરૂપ બતાવી શકાય – (૧) ઇચ્છા, (૨) મૂર્છા, (૩) કામ, (૪) સ્નેહ, (૫) ગાર્ધ્ય, (૬) મમતા, (૭) અભિનન્દન, (૮) અભિલાષા.
આમ દ્વેષના પણ આઠ સ્વરૂપ બતાવી શકાય : (૧) ઇર્ષા, (૨) રોષ, (૩) દોષ, (૪) પરિવાદ, (૫) મત્સર, (૬) અસૂયા, (૭) વેર, (૮) પ્રચંડતા.
રાગ એટલે શું ? કોઈપણ વ્યક્તિ, વસ્તુ કે વાતાવરણ પ્રત્યે લગાવ, રૂચિ, આસક્તિ, રતિ, ગમો, લાગણી, બંધનનો ભાવ, આત્મીયતા, ખેંચાણ, ઢાળ એ રાગ છે. આ રાગનાં કામ-રાગ સ્નેહ રાગ અને દષ્ટિ રાગ એમ૩પ્રકાર છે.
રાગ.
(૧) કામરાગ - કામભોગની લાગણીથી ઉત્પન્ન થતો રાગ.
(૨) સ્નેહરાગ-સ્નેહનાં રાગથી પેદા થતો રાગ.
(૩) દૃષ્ટિ-રાગ - એટલે મિથ્યા માન્યતા, મિથ્યા-મત ઉપરનો
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ કહ્યું છે કે કામ-રાગ અને સ્નેહ-રાગને દૂર કરવાં હજુ સહેલાં છે પરંતુ દૃષ્ટિરાગ તો સંતોને માટે પણ દૂર કરવો અઘરો છે. બાહ્યદૃષ્ટિએ સારાં દેખાતાં હોવાં છતાં પણ પોતાની સારીછાપનો ઉપયોગ કરીને દૃષ્ટિ-રાગવાળાં અનેક જીવોને ઉન્માર્ગે લઈ જઈને એમની જીંદગી ખુવાર કરે એવું
89