________________
ગ ધ્યાન
રાગ અને દ્વેષનો ઉપશમ એ સાધના છે રાગ અને દ્વેષનો ક્ષય એ સાધ્ય છે.
માત્ર શ્રોતા નથી બનવું, સાધક બનવું છે, જે સાંભળીએ તે સાધના કરવા માટે એટલે કે સાંભળીને સમજવાનો પ્રયત્ન કરવો, સમજીને જીવનમાં અપનાવવાનો પ્રયત્ન કરવો આ માટે પહેલા મન પર ચોકી કરવી અત્યંત જરૂરી છે.
આપણે સંસારને અસાર માનતા નથી. વૈરાગ્ય ન હોય એટલે ક્યાં તો રાગ હોય, ક્યાં તો દ્વેષ હોય આ બન્નેમાં આપણે સળગીને દુઃખી થવાનું.
મહારાજા કુમારપાળને જંગલમાં થયેલા અનુભવ મુજબ જંગલમાં એક ઉંદર જોયો, જે સોનામહોરો ગોઠવીને નૃત્ય કરતો હતો તિર્યંચમાં પણ આવો રાગ હોયછે.
ઘરમાં દેખાતી ગરોળી પણ બની શકે કે કોઈ આપણું જ સ્વજન ઘરમાં રાગ કરીને મરી ગયા પછી, આ ભવમાં રાગને કારણે આ જ ઘરમાં ગરોળી તરીકે ઉત્પન્ન થઈ હોય.
દુનિયામાં કોઈ કોઈનું ક્યારેય થયું નથી. તો રાગ કે મમતા કે આસક્તિ શાની?