________________
બની શકે. વ્યક્તિ પ્રત્યેનો રાગ એ સ્નેહરાગ છે અને વ્યક્તિમાં રહેલી ખોટી માન્યતા પ્રત્યેનો રાગ
એ દૃષ્ટિરાગ છે. જેમકે પત્નીને રાજી રાખવાં પતિ પત્નીની સાથે દેરાસર આવે પણ પતિ મિથ્થામતિ હોવાથી દેવ-ગુરુની કોઈ વાત એને ન ગમે. દા.ત. શ્રેણિક રાજાનો દાખલો : આ વખતે શ્રેણિક મહારાજા સમ્યક્દર્શન પામ્યાં ન હતાં. ચેલણા રાણી સાથે ચર્ચા થાય ત્યારે તત્ત્વ ચર્ચામાં ઘણીવાર શ્રેણિકરાજા પાસે જવાબ ન મળતો એટલે નક્કી કર્યું કે જૈનધર્મને ખોટો પુરવાર કરવો. જ્યારે વ્યક્તિ તર્કબદ્ધ વાતનો ઉત્તર ન આપી શકે ત્યારે કષાયને આધીન બનીને સત્યને અસત્ય અને અસત્યને સત્ય પુરવાર કરવાં કોઈ પણ રસ્તો આદરી શકે છે. અહીંયા પણ યોજના બનાવી. મહાદેવનાં મંદિરમાં જૈન મુનિને યોજના પ્રમાણે પૂરી અંદર વેશ્યાને ધકેલી મંદિરના બારણાં બંધ કરી દીધાં, પરંતુ એ ગીતાર્થ સાધુએ ઉત્સર્ગ અને અપવાદનો ઉપયોગ કરીને જૈનશાસનનું માલિન્ય નિવાર્યું. અહીંયા શ્રેણિક મહારાજાને જૈનધર્મને બદનામ કરવાનું ધ્યાનતે દષ્ટિરાગનું ધ્યાન હતું.
મિથ્યામતનું પ્રવર્તન કરવાં કે સન્માર્ગનું ખંડન કરવાં જેટલો અભ્યાસ કરાય, જેટલો ઉપદેશ અપાય, જેટલાં ગ્રંથો રચાય, તે સમયે એકાગ્ર બનેલી મનસ્થિતિ, દષ્ટિરાગ ધ્યાનમાં આવે. વીતરાગ
પરમાત્મા એટલે કે સર્વજ્ઞ પ્રરૂપિત ધર્મથી વિપરીત, જેટલાં પણ
90