________________
લોભની સજઝાય
તુમે લક્ષણ જો જો લોભનાં રે, લોભે મુનિજન પામે ક્ષોભનારે, લોભે ડાહ્યા મન ડોલ્યાં કરે રે, લોભે દુર્ધર પંથે સંચરે. તુમે૭૧ તજે લોભ તેહનાં લેઉં ભામણાં રે, વળી પાય નમીને કરુંખામણાં રે, લોભે મરજાદાન રહે કેહની રે, તુને સંગત મેલો તેહની રે. તુમે, ૨ લોભે ઘર મેલી રણમાં મરે રે, લોભે ઉંચ તે નીચું આચરે રે, લોભ પાપ ભણી પગલાં ભરે રે,
લોભે અકારજ કરતાં નઓસરે રે. તુમે૦૩ લોભે મનડું નરહનિર્મળું, લોભે સગપણ નાસે વેગળું રે, લોભે નરહે પ્રીતિને પાવઠુંરે, લોભે ધન મળે બહુ એકઠું રે. તુમેળ લોભે પુત્ર પ્રત્યે પિતાહણે રે, લોભે હત્યાપાતક નવિ ગણે રે, તે તો દામ તણે લોભે કરી રે, ઉપર મણિધર થાય તે મરીરે. તુમે૦૫ જોતાં લોભનો થોભદિસે નહીંરે, એવું સૂત્ર સિદ્ધાંતે કહ્યું સહી રે, લોભે ચક્રી સુભૂમનામે ઓરે, તે તો સમુદ્રમાંહે ડુબી મુઓ રે તુમે૭૬ એમ જાણીને લોભને છાંડજો રે, એકધર્મશું મમતા માંડજો રે, કવિ ઉદયરત્ન ભાખે મુદારે, વંદુ લોભ તજે તેહને સદારે. તુમે૦૭
85