________________
ભાવનાઓથી હૃદયને ભાવિત કરો. આ લોભધ્યાનને કારણે ઘણાંએ દરેક તીર્થકરમાં આઈજ્યની જયોતિ એક સરખી હોવાં છતાં ભગવાનમાંય ભેદ પાડ્યાં. જેમની બાજુમાં દેરાસર હોય ત્યાં ન જાય પરંતુ ચૌદસની રાત્રે ખાતો ખાતો મહુડી દર્શન કરવા જાય. પાછો તીર્થમાં અભક્ષ્ય ખાય. પૂજાની લાઈનમાં જાત – જાતની વાતો કરે. દાદાને ટપકું કરી રવાના થાય, ચૈત્યવંદન પણ ન કરે પાછું આ બધું પદ્ગલિક લાલસાં પોષવા માટે આ શું બતાવે છે? લોભધ્યાન.
- જેટલી જેટલી માંદગી આવે છે તે માંદગીનાં મૂળમાં પણ આ લોભ છે. ભર્તુહરિને પણ કહેવું પડ્યું કે “ભોગે રોગ ભય” ભોગ કરવામાં રોગનો ભય રહેલો છે. ઇંદ્રિયો જેને જીતાણી એનાં શારીરિક રોગો જીતાયાં. અને કષાયો જેનાં જીતાયાં એનાં માનસિક રોગો જીતાયા. જોકે નિકાચીત કર્મનો ઉદય હોય તો વાત જૂદી છે. આ માટે આપણે ચક્રવર્તી એટલે છ ખંડનાં વિજેતા થવાનું છે. છ ખંડ એટલે પાંચ ઇંદ્રિયો અને હું મન અને આ માટે ફરી પેલો મંત્ર આત્મસાત કરવો જરૂરી છે. એટલે કે “મારે કાંઈ જોઈતું નથી અને મારો કોઈ શત્રુ નથી.”
પૂ. ઉદયરત્નકવિએ લોભનું તાત્ત્વિક વર્ણન ખૂબ જ સરળ ભાષામાં નીચે મુજબની સજઝાયમાં કરેલછે.
(84