________________
સાપ ગમે તેટલો સુંવાળો હોય, લીસો હોય, બાળક લીસા સાપને રમાડવાં જાય લીસો હોય તો તેને બહુ ગમે, પણ માની નજરમાં આવે એટલે એને સાપનું વિજ્ઞાન છે એટલે દોડતી બાળકને ત્યાંથી ખેંચી લાવે. - એમ આપણને પણ પદાર્થનાં અમુક જ પાસાઓનું જ્ઞાન છે પણ તેનું વિજ્ઞાન નથી એટલે ધન - સંપત્તિ ભેગી કરવાનું મન થાય છે, અને આવું મન એ લોભયાન છે. જયાં સુધી જગતનો કોઈ પણ પદાર્થ ઉપાદેય લાગશે ત્યાં સુધી લોભ ધ્યાન બહુ સરળતાથી આવી જવાનું. સાધુને પણ નિમિત્ત વશ આવી જ રીતે ક્યારેક લોભ- ધ્યાન આવી જાય છે, જેમકે મહા તપસ્વી સાધુ સિંહ કેસરીયાં મોદક વહોરવા ગયાં. તો આપણે કેટલું ધ્યાન રાખવું પડશે. આનાથી છૂટવા એક સૂત્ર આપું છું. પરાધીનપણું બધું જ દુઃખરૂપ છે, અને સ્વાધીનપણું બધું જ સુખરૂપ છે. બજારમાં જાવ અને જે આઇટમ જૂઓને તે આઇટમ લેવાનું મન થાય આ પરાધીનતા છે. વસ્તુ વગર ચાલે તે સ્વાધીનતા છે, જયારે આપણી પરિસ્થિતિ એવી છે કે કોઈનાં કપડાં જૂઓ, કોઈની ગાડી જૂઓ, કોઈનાં ઘરેણાં જૂઓ અને આપણને એ લેવાનું મન થાય એટલે આ બધાં વિચારો એ
લોભ ધ્યાનનાં બીજ છે. આમાંથી લોભધ્યાન પ્રગટે અને આત્માને દુર્ગતિમાં લઈ જાય છે.
આ દુર્ગાનથી બચવાં અનિત્યાદિ બાર
83