________________
સીધી આંગળીએ ઘી ન નીકળે તો આડી આંગળીએ પણ ઘી કાઢવું પડે. આવા માયાવીઓને દાન આપવાનો વારો આવે તો કહે કે, “અમારે બધે જ ઊભાં રહેવાનું હોય.” બધે આવી વાત કરીને, બંદો ક્યાંય ઉભો ન રહે અને દાન ન કરે. કોઈનાં ઉપર ક્રોધ કરે અને પછી કહે કે મને તારાં ઉપર લાગણી છે એટલે તો કહું છું, એમ કહીને માયાનું કવચ ચઢાવે. ગુરુ સામે પણ ક્રોધ કરે, છતાં કહે કે મારો અવાજ કુદરતી જ મોટો છે.
મિથ્યાત્વની સાથે માયા ભળે એટલે દોષો કર્તવ્ય લાગે, અને માયા દોષોને ઢાંકવાનું કામ કરે, જેમકે ભલે કોઈને ડંખ ન મારીએ, પણ ફૂંફાડો તો મારવો જ જોઈએ. કરે અભિમાન પછી કહે શું માન ન હોય પણ સ્વમાન તો હોવું જ જોઈએ. ટાર્ગેટ તો ઉંચો જ હોવો જોઈએ. આવાં બધાં ઉદ્ગારો નીકળવા માંડે.
તમામ દોષોને મજબૂત ટેકો આપનાર જો કોઈ હોય તો આ માયાધ્યાન. અનાચારી હોવા છતાં સમાજમાં સદાચારી તરીકે ઓળખાવવું હોય તો માયાનો સહારો લેવો પડે. કંજૂસ હોવાં છતાં પાવલી વાપરીને રૂપિયો દેખાડવો હોય તો માયાનો સહારો લેવો પડે. સારાં ન હોવાં છતાં સારાં દેખાવું હોય તો માયા કરવી પડે. સારા બન્યા વગર સારા દેખાવા માટે પૈસાની જરૂર પડે. સારા બનવા માટે પૈસાની જરૂર ન પડે. | માયા ક્યાં સુધી ઘુસી ગઈ છે. જેમકે માયાનાં અનેક રૂપો છે. ધોળા વાળને કાળાં બનાવવાં તે પણ માયા, લાલીમાં ન હોય છતાં લીપસ્ટીક લગાવીને લાલીમા બતાવવી, તે પણ માયા, હાઇટ ઓછી હોય અને હીલ વાળાં સેન્ડલ, બૂટ પહેરવાં તે પણ માયા, હોય કાંઈ નહિ અને ઠઠારો કરીને આડંબર કરે તે પણ માયા, ટૂંકમાં જેવાં છીએ
68.