________________
તેવાં ઉઘાડાં પડી ન જઈએ તે માટેનાં પ્રયત્નો તે
માયા. માયા કરવાં એકવાર જૂઠ્ઠું બોલ્યાં પછી એને સાચું ક૨વાં સો જૂઠ પણ બોલવાં પડે. આમ એક માયાને ઢાંકવાં નવી માયા કરવી પડે. આમ માયાની પરંપરા ચાલ્યાં જ કરે. કલિકાલસર્વજ્ઞે માયાનો પરિચય આપતાં કહ્યું છે કે માયા અસત્યની માતા છે. માયા અસત્યને જન્મ પણ આપે છે અને તેનું પાલન-પોષણ પણ કરે છે. એટલાન્ટામાં એક જ્ઞાની માણસે, (દિગંબર હતા) પણ કહ્યું કે માયા વિષે ઘણું વાંચ્યું પણ આ વાતે ખૂબ અસર કરી. ખરેખર અસત્યમાંથી માયા જન્મે છે. સદાચારને મૂળમાંથી ઉખેડી નાંખે છે મિથ્યાજ્ઞાનનું વતન છે, દુર્ગતિનું કારણ છે. માયાવી ભલે એમ માને કે હું બીજાને મૂર્ખ બનાવું છું, પણ ખરેખર એ આત્માનું અહિત કરીને પોતે જ મૂર્ખ બને છે. આજે સગા ભાઈઓ, સ્વજનો, મિત્રો, આ બધાં એકબીજાં પ્રત્યે ન હોય તેવાં લાગણી વગેરેનાં દેખાવ કરે એ પણ માયા જ છે. માયાનાં કારણે મલ્લિનાથ ભગવાનને તીર્થંકરનાં ભવમાં પણ સ્ત્રીનો દેહ ધરવો પડ્યો.
આવી માયાને જીતવાં માટે સરળતાં જોઈએ. શાસ્ત્રકારો કહે છે કે સરળતા ગુણ કોઈ ભાગ્યશાળી આત્માને જ પ્રાપ્ત થાય છે. બીજાં બધા ગુણ કરતાં સરળતાનો ગુણ મેળવવો ઘણો જ કઠીન છે. માયા કૃત્રિમ અને અવગુણ છે. સરળતા નૈસર્ગિક અને ગુણ છે. બાળક જેવાં સરળ બનવું તે મોટામાં મોટી સાધના છે. આપણે સાધના કરીએ છીએ. સાધ્ય જ ભૂલી ગયા છીએ – પ્રતિક્રમણ કરીએ
પણ પાપ ઘટાડતા નથી. ગૌતમ ગણધર પ્રભુ વીર પાસે બાળક જેવાં સરળ રહેતાં હતાં. માયાવીના જીવનમાં સાચી આલોચના પણ શક્ય બનતી નથી.
69