________________
માયા દયાન
માયા બોલો, છળ બોલો, કપટ, રમત, પ્રપંચ, દંભ, પૉલીસી, હોંશિયારી, આ બધાં જ માયાનાં પ્રકારો છે. જ્યારે દુન્યવી હેતુ સિદ્ધ કરવાં હોય, ત્યારે જે આડા અવળાં રસ્તો અપનાવાય છે તે માયાધ્યાન છે. અને મૃષાવાદ બીજુ પાપસ્થાનક છે. કોઈને જમાડવાના છે, પરંતુ તમારે જમાડવા નથી, તો સીધુ ન કહે, ખોટા બહાના કાઢે.
પ્રવચનસારોદ્ધાર ગ્રંથમાં માયાવી વ્યક્તિનો પરીચય આપતાં જણાવ્યું છે કે, માયાવી પોતાનો દોષ છુપાવે, બીજાનાં ગુણોને ઢાંકે, ચોરની જેમ બધે શંકા રાખતો ફરે એટલે કે એ શું કરે છે એની કોઈને ખબર પડવા ન દે. માયાવીઓ સતત બીજાંને રમાડવાનો, છેતરવાનાં જ વિચારો કરતો. હોય સીધુ જુઠું બોલવું એ મૃષાવાદ બીજુ પાપ સ્થાનક. માયાવીને જેટલો અસત્યનો આશરો લેવો પડે, એટલો બીજા કોઇને લેવો ન પડે. એટલે જ માયા મૃષાવાદ એ સત્તરમું સ્વતંત્ર પાપસ્થાનક છે. માયાપૂર્વક જૂઠું બોલવું તે જ માયા - મૃષાવાદ - જ્યારે માયા પોતે પણ આઠમું પાપસ્થાનક છે.
માયા સુંવાળી છે. ગમી જાય તેવી છે, જલ્દી ન દેખાય તેવી છે. માટે જ તેનાથી ખૂબ જ સાવચેત રહેવું. માયા સ્વયં પણ ન ઓળખાય, અને માયા સાથે રહેલા માયાને આશરે રહેલાં ક્રોધ, માન અને લોભને પણ ન ઓળખવા દે. સીધા માણસોનો જમાનો નથી. આવાં માયાવીઓ પાછાં કહે, આ જમાનામાં થોડું ઘણું તો આવું પાછું કરવું જ પડે.