________________
આ મારી મર્સીડીઝ ગાડી લેટેસ્ટ છે આ મારું ઘર ૪ એકરનું લેટેસ્ટ છે. ખૂબ મહેનત કરી છે, કાળી મજૂરી કરીને શૂન્યમાંથી આ મોટાં સામ્રાજ્યનું સર્જન કર્યું છે. આમ ઠસ્સાથી બોલે અને બોલતાં છાતીનાં સે.મી. વધે. આ પણ માન-ધ્યાનનું પરિણામ છે. તો વળી કોઈક અમારી પાસે પોતાનાં તપની પ્રશંસા કરે, હું ઉપવાસ તો રમતાં રમતાં કરી લઉં, ૪વર્ષીતપ કર્યા, અને અઠ્ઠાઈતો ગણી જ નથી, દર -વર્ષે કરું જ છું.
કેટલાંક વળી અમારી પાસે આવીને પોતાને મહાજ્ઞાની માને છે અને મનાવે, અહીંના લોકલ રેગ્યુલર ક્લાસ હું જ લઉં છું, તત્ત્વાર્થ સૂત્ર ભણાવું છું. બીજું ઘણું બધું કહી દે આમ અધૂરો ઘડો વધારે છલકાય એમઅમારે માનવું પડે. સાચા જ્ઞાનીને જ્ઞાનનું અભિમાન ક્યારેય હોતું નથી. પૂ. ઉપાધ્યાયજી મહારાજે સેંકડો ગ્રંથ રત્નો રચ્યાં છે છતાં વાત નીકળી ત્યારે વિનમ્ર ભાવે કહ્યું કે, “ “અક્ષરો ભેગાં થયાં, તેમાંથી શબ્દો બન્યાં, શબ્દો ભેગાં થયાં વાક્યો થયાં, વાક્યો ભેગાં થયાં શ્લોક બન્યાં, શ્લોક ભેગાં થયાં ગ્રંથ બન્યો, આમાં મેં શું કર્યું? મેં તો જે હતું, એનું સંયોજન કર્યું. આ બધું તીર્થંકર પરમાત્માનું જ સર્જન છે.
આપણે આપણાં પુણ્યોદયની જગ્યાએ આપણી જાતને ગોઠવીએ છીએ એ પણ અભિમાન છે. પુણ્યોદય શાથી પેદા થયો? અરિહંતોની આજ્ઞાનું જાણે અજાણે પાલન થયું, એમાંથી આમ એકેક
( 61