________________
આ અભિમાનને કંટ્રોલ કરવાં સાચો ગુરુ કે વડીલની પણ ખૂબ જરૂર છે. કારણ કે સાચા ગુરુ વડીલ વખાણ કરવાને બદલે તમારી ભૂલ કાઢે. તમે અઠ્ઠાઈ કરી હોય, દાન પણ આપતા હોય ગુરુની વૈયાવચ્ચ કરતાં હોય તો પણ ગુરુ કહે છે કે, હજુ રાત્રિભોજન કેમ કરો છો ? આટલો બધો ક્રોધ સારો નહીં. આમ ગુરુ કડકાઈ કરે એ ગમે કે પીઠ થાબડે એ ગમે? ગુરુ કેવા જોઈએ તમારે ગુરુ આપણને આપણી ભૂલ બતાવે તો માનજો કે તમે પુણ્યશાળી છો, એ પણ જે દિવસ ભૂલ જોવાં છતાં ગુરુ કે વડિલ આપણને કાંઈ ન કહે, તો માનજો કે આપણું ભાગ્ય પરવાર્યું.
ગુરુનાં હૈયામાં શિષ્ય વસ્યા તે ગુરુ કૃપા છે, પણ શિષ્યનાં હૈયામાં ગુરુ વસ્યાં તો ઉત્કૃષ્ટ ગુરુ કૃપા છો એમ માનજો. દા.ત. દ્રોણાચાર્યે અર્જુનને વચન આપ્યું કે તારા જેવી ધનુર્વિદ્યા કોઈને નહીં આમ અર્જુનને ગુરુકૃપા મળી પછી તેની સામે એકલવ્ય જંગલમાં ગયો. તેને ગુરુમૂર્તિ બનાવી, હૈયામાં સ્થાપી. ધનુવિદ્યા અર્જુન કરતાં પણ સવાઈ શીખ્યો, કારણકે ગુરુ પ્રત્યે શ્રદ્ધા અને સમર્પણ હતું. એકલવ્યને અભિમાન હતું નહીં. વિનયધર્મ આત્મસાત્ કરવાથી વિદ્યા પૂર્ણ રૂપે ઉતરી. અહીંયા મૂર્તિપૂજા આપણા જીવનમાં કેટલું બળ આપે છે અને શા માટે ભગવાનની મૂર્તિની પૂજા કરીએ છીએ તેના પુરાવા તરીકે આ એકલવ્યનો દાખલો વિચારી શકાય.
માન કષાય સાધનામાં અત્યંત બાધક છે, માટે દરેક સાધકે માનને તોડવું જરૂરી છે, આ માટે જૈનશાસનમાં ઉપાધ્યાય પદ બતાવ્યું છે, તેમની ઉપાસનાથી વિનયની પ્રાપ્તિ થાય છે, અને વિનય ન આવે તો માનનું ધ્યાન ચાલ્યા જ કરે. દુનિયામાં ગમે તેટલાં મોટાં થાવ પણ નમ્ર રહેતા શીખવાનું છે. મા-બાપ કે ગુરૂ પાસે નમેલાં જ રહેવાનું છે. આજે તો કેટલાંક પોતાની મોટાઈ બતાવે,
( 600