________________
કર્તાપણાનો અહંકાર એ જ બધા દૂષણોનું મૂળ છે.
કલિકાલસર્વજ્ઞશ્રીએ યોગશાસ્ત્રમાં કહ્યું છે કે માન, વિનયનો, શ્રુતનો, સદાચારનો ઘાત કરે છે. માનથી વિવેક નષ્ટ થતો જોવા મળે છે, કારણકે અભિમાની પુરુષ અંધ જેવો બની જાય છે. આવા માનનાં આઠ રૂપો બતાવી શકાય.
(૧) જાતિનું માન -જેમકે અમે ઓશવાલ છીએ. (૨) લાભનું માન-જેમકે મારો દીકરો બહુ મોટો ડોક્ટર થયો છે.
(૩) કૂળનું માન - જેમકે, મરીચીએ પોતાનાં કૂળનું માન કર્યું તો નીચગોત્ર કર્મ બાંધ્યું. હરિભદ્રસૂરિની ‘સમરાઇ કહા'માં આવે છે કે વિભાવવસુએ કુળનું અભિમાન કર્યું અને ધોબીની નીચ જાત કહી ધોબીનું અપમાન કર્યું, તો કેટલા ભવ સુધી નીચગોત્ર મળ્યું.
(૪) મોટાઈનું માન -જેમકે મારી પાસે બહુ સંપત્તિ છે. (૫) બળનું માન-મારાં બાવડાંની તાકાત તેં જોઈનથી. (૬) રૂપનું માન-મારું રૂપ અપ્સરા જેવું છે. (૭) તપનું માન - અઠ્ઠાઈતો હું રમતાં રમતાં કરી નાંખ્યું. (૮) જ્ઞાનનું માન - મારાં વિષયમાં મને કોઈ પહોંચી ન શકે. ભગવતી સૂત્રમાં તો મારી માસ્ટરી. ખરેખર તો જ્ઞાની નમ્ર હોવો જોઈએ. - જે જે બાબતને લઈને અભિમાન કરાય તે બાબતો ભવિષ્યમાં ચૂન મળે છે. એનો પણ અમુક રસોઈ બનાવે ત્યારે એમ બોલે કે લાપસી બનાવવાની મારી માસ્ટરી તો આ • પણ માધ્યાન છે.