________________
માનવાની
ક્રોધધ્યાનની સાથે નજીકનો સંબંધ જો કોઈનો હોય તો તે માનનો છે. માન એટલે અભિમાન – અહંકાર, હું કાંઈક છું, મને બધી જ ખબર પડે છે, મારામાં અક્કલ છે, મારી નોંધ લેવાવી જોઈએ, મને આવકાર આપવો જોઈએ. આ બધાં માનધ્યાનનાં રૂપો
દુનિયામાં રૂપિયા વગર કાંઈ જ કિંમત નથી, અને એ રીતે માન મેળવવાં રૂપિયા કમાવવાનો વિચાર એ પણ માનધ્યાન છે.
ભણ્યાં વગર દુનિયામાં કાંઈ કીંમત નથી અને એ રીતે ભણવું એ પણ માન - ધ્યાન. (સેલીબ્રીટી) રૂપ ન હોય તો દુનિયામાં આપણી Personality ન પડે, અને એ માટે તસતસતું રૂપ ખીલી ઉઠે અને એ માટે શરીરને maintain કરવાનો ભાવ આ બધું જ માન-ધ્યાન.
માન-ધ્યાન વાળાને માન-મળે એટલે ભાઈ-સાહેબ ચાર આંગળ અદ્ધર ચાલે. અહીંયા પ્રવચનમાં આવે તોય બધાંને ઓળંગીને આગળ બેસવાં જોઈએ, ખભા ઉંચા રાખીને જ ફરે, છાતી બહાર કાઢીને જ ચાલે, પોતાનાં માટે બહુવચનનો પ્રયોગ કરે, હુકમની ભાષામાં જ બોલે, વાતે વાતે પોતાની પ્રશંસા કરે, પાવલી વાપરે તોય તેનો દેખાડો કરેetc. આ બધાં જ માનનાં રૂપો છે.
બીજાને અનુકૂળ થવામાં જે આડો આવે છે તે પણ અહંકાર.
અહંકાર એ એવું ઝેર છે કે જે જીવનને ખતમ કરી નાંખે છે છતાં ખબર પણ પડવા દેતો નથી. કેન્સર તો એક ભવ બગાડે છે અહંકાર ભવોભવ બગાડે છે.