________________
(૧૦) ક્રોધ આવે ત્યારે સદ્વાંચનનું આલંબન લો. (૧૧) ક્રોધ આવે ત્યારે મહાપુરુષોને યાદ કરો. જેમકે
ખંધકમુનિએ કેવું સહન કર્યું હતું. આવું સહન તો મારે નથી
કરવાનું તો હું ક્રોધ શા માટે કરું? (૧૨) મૌન ધારણ કરો. ઝગડો થવાની સ્થિતિમાં સામો ગમે
તેટલું બોલે, તમે મૌન ધારણ કરશો તો ઝગડો વહેલો પતી
જશે. (૧૩) ક્રોધ આવે ત્યારે સામાયિકલઈને બેસી જવું. (૧૪) ક્રોધના પ્રાયશ્ચિત્ત તરીકે સમ્યકતપ કરો. (૧૫) કઠોર ભાષા વાપરવી નહીં. નાગર્ભિત સૌમ્ય ભાષાનો
વિવેકપૂર્ણ ઉપયોગ કરો. (૧૬) માધ્યસ્થભાવમાં રહેતા શીખો. થોડાક ઉદાસીન એટલે કે
ઉપેક્ષાવાળા બનો. ઉપેક્ષા એ ક્યારેક અમૃત છે. (૧૭) બીજાને સુધારવાને બદલે આપણે સારા થઈ જવું અને
આપણે જ સુધરવું, એવો પ્રયત્ન કરવો. આમક્રોધ જેવા કષાયને પાતળો પણ કરીશું તો સમતા મળશે અને મન શાંત રહેશે.
(55