________________
માનયાના
હિત શિક્ષા
અહંકાર એ ઘણા દૂષણોનું મૂળ છે. ખાસ કરીને વિનય અને સદાચારથી દૂર કરનાર આ અહંકાર જ છે. અહંકારને નાથવા માટે સુગુરુ અને સાચા વડીલની સલાહ-તેમની વાત મનથી સાંભળી તેના પર યોગ્યવિચાર કરવો જોઈએ. કોઈ પણ
આપણને સિદ્ધિ મળી તો તેમાં “હું” નો ભાવ ન રાખતા, મારા
દેવ ગુરુ વડીલ અને મારા પુણ્યનો પ્રભાવ છે આવી વાત
જડબેસલાક હૃદયમાં રહેવી જોઈએ તો આપણને મળતી સિદ્ધિ
વખતે આપણે છકી નહીં જઈએ.
ઉપાધ્યાય પદની આરાધના કરી વિનય ગુણ આત્મસાત્ કરવાની બહુ જરૂર છે.
અભિમાન આવે ત્યારે વિચારવુ કે રાજા રાવણનું
અભિમાન પણ રહ્યું નથી તો હું શા માટે અભિમાન કરું?