________________
અનુમોદના કરવી જોઈએ અને સંકલેશ હોય ત્યારે વારંવાર ફરી ફરી આ ત્રણે ક્રિયા કરવી જોઈએ.
- ક્રોધ કેવો ભયંકર છે. ભલભલા સાધુ પણ આવેશની નબળી પળોમાં ઉત્તમભાવ ગુમાવી બેસે છે. જેવા કે અંધકસૂરિ : જ્યારે બાળમુનિને ઘાણીમાં પીલાતા જુએ છે ત્યારે આવા મહાન આચાર્ય પણ પાલક મંત્રી ઉપર ક્રોધ કરી બેઠા અને નિયાણું કર્યું કે ‘મંત્રીનો હું ભવોભવનો મારનારો થાઉં.” તો હે પ્રભુ! આ ક્રોધ મારા જેવાને કઈ પતનની ખાઈમાં લઈ જશે?
ટૂંકમાં આવા ક્રોધને પાતળો કરવા અનેક પગલા લઈ શકાય.
(૧)
(૩) (૪).
અપેક્ષાઓ શક્ય તેટલી ઓછી રાખવી. ઈર્ષાભયંકર છે માટે તેનો ત્યાગ કરવો. અભિમાન શેના માટે કરું? શક્ય તેટલો પુરુષાર્થ કરવો જોઈએ. ક્રોધ આવે ત્યારે તેને કાબુમાં લેવા શક્તિ (પુરુષાર્થ) ફોરવવી પડે. કર્મના સિદ્ધાંતમાં શ્રદ્ધા રાખો. ગુસ્સે થયા વગર, આમ પણ બની શકે. કર્મનચાવે -તેમ નાચવું પડે. દરેકમાં પોતાની ભૂલ જોવાની મનોવૃત્તિ કેળવો. ક્રોધ આવે ત્યારે નવકાર મંત્રનો સહારો લો. ક્રોધ આવે ત્યારે ભગવાનના દર્શન કરવા જાઓ. ક્રોધ આવે ત્યારે ગુરુનું આલંબન લો, તે તમને બચાવી લેશે.
(૬)
(૮)