________________
કોહં ઝાણે” ચાલું. ક્રોધ આવે એટલે તાકાત પણ બમણી આવે, કારણકે ક્રોધ એ પણ એક પ્રકારનું ગાંડપણ જ છે, માટે ક્રોધ આવે તે પહેલાં જ તેનાં નિમિત્તોથી બચી જવું. માટે નક્કી કરો કે મારે કોઈને નબળું નિમિત્ત આપવું નથી. મારે કોઈનાં દોષ જોવાં નથી, મારે કોઈની નબળી વાત સાંભળવી પણ નથી. બીજાની નબળી વાત સાંભળો, તો સામાવાળાને નબળું બોલવાનું મન થાય ને ? તમે સાંભળો નહિ, ટાપસી પૂરો નહિ અને મૌન જ રહો, તો સામો નબળું
ક્યાં સુધી બોલશે? અંતે તે પણ થાકીને મૌન થઈ જશે. કેટલીક વખત આપણી સાચી વાત પણ વડીલ કે અન્ય કોઈ માણસ સ્વીકારે નહીં તો ક્રોધધ્યાન ન કરવું પરંતુ વિચારવું કે (૧) વડીલ પ્રત્યે મને વિશ્વાસ છે કે નહિ? (૨) મારી વાત સાચી અને હિતકારી જ છે? (૩) મને કહેવાનો એ અધિકાર છે? (૪) સામો સ્વીકારે એવું મારું પુણ્ય છે ? (૫) સાચી વાત પણ ક્યારેક ક્યાંક કેવી રીતે, કઈ ભાષામાં કહેવી, તેનું મને જ્ઞાન છે? કારણ કે ઘણી વખત સાચી વાત પણ બધાની વચ્ચે કહેવાથી કઠોર ભાષામાં કહેવાથી, કષાયને આધીન થઈને કહેવાથી, તમારી સાચી વાત પણ સામાના હૈયાને અસર કરતી નથી, દીકરો તમારું ન માને ત્યારે પણ તે ઉન્માર્ગે ન ચઢે એ માટે એક શબ્દ કહેવો પડે પણ હૃદયમાં તો વાત્સલ્ય જ હોવું જોઈએ, પણ તેને બદલે દીકરાએ મારું કેમ ન માન્યું. અને ગુસ્સો આવે તો સમજજો કે તમારા માનભંગમાંથી પ્રગટેલું ક્રોધધ્યાન જ છે. સાપને બજારમાં લઈને કોણ ફરી શકે? જેને સાપને કંટ્રોલમાં રાખતાં આવડે છે. એ જ રીતે જે વ્યક્તિ કષાયને નાથી શકે તેને જ કષાય કરવાનો અધિકાર છે. એટલે કે માધ્યસ્થ ભાવ રાખતા શીખો.
કેટલીકવાર માનમાંથી પણ ક્રોધ પ્રગટે છે. હું જેટલું જાણું છું, તેટલું કોઈ જાણતું નથી, મને કોઈએ કાંઈ કહેવાનું નહિ, મને બધી
(50)