________________
જ સમજણ પડે છે, આવું માનનારને જો કોઈ એની ભૂલ બતાવે તો તરત જ બૉઈલર ફાટે. ગુરુ એને સમજાવવા જાય તો ગુરુ ઉપર પણ તૂટી પડે, એને એટલી પણ ખબર નથી હોતી કે સદ્ગુરુનું હૈયું તો માનું હૈયું હોય. ગુરુનાં હૈયે શિષ્યનું હિત જ વસેલું હોય. આમ છતાં
ક્યારેક અભિમાન, ગુરુ ઉપર પણ ક્રોધધ્યાન પ્રગટાવે, દા.ત. કુલવાલક મુનિ - ઘણો તપ કરતાં પણ ખરેખર માત્ર બાહ્યતપ હતો. માન એટલું બધું તીવ્ર હતું કે એમનામાં વિનયનો છાંટો ન હતો. એમના ગુરુ એમનાં હિતની ચિંતા કરતા હતાં, છતાં શિષ્યને ગુરુની ટકોર ગમતી ન હતી, આપણને પણ આખો દિવસ કોઈ ટપારે એ ગમે કે પંપાળે એ ગમે ? અત્યારે તો આપણને ટપારે પણ કોણ ? ભૂતકાળમાં સંયુક્ત કુટુંબો હતાં. માથે વડીલો હતાં – ભૂલ થાય કે તરત તેઓ કહેતાં ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે ગુરુ અનુશાસન કરે ત્યારે એમની ઉપર કોપ ન કરવો પણ ક્ષમાનું સેવન કરવું. સાધના જીવનમાં પોતાનાં દોષ જોવાં. એ સફળતાનો પાયો છે, અહીંયા મૃગાવતીજી અને ચંદનબાળાજીનો દાખલો વિચારી શકાય. પોતાના દોષ જોવાથી ક્ષમાપના કરતાં – કરતાં બંનેને કેવળજ્ઞાન થયું. નિમિત્ત કોઈ પણ હોય, સમ્યક દૃષ્ટિજીવોને એ મોક્ષ સુધી લઈ જાય છે, જ્યારે રાગી અને દ્વેષી જીવોને સંસાર વૃદ્ધિ કરાવે છે. નિસરણી એકની એક છે, જેને ચઢવું છે, તે ચઢવા માટે ઉપયોગ કરે છે, અને જેને ઉતરવું છે તે નીચે ઉતરવા માટે તેનો ઉપયોગ કરે છે. નિમિત્ત
એક જ હોય, પણ બોધ નિર્મળ હોય તે પગથિયા ચઢે છે. બોધ મલિન હોય તે પડે છે. દાખલા તરીકે – જેમકે હું એમ કહું કે જિનેશ્વરની આજ્ઞા છે, રાત્રિ ભોજન તો કરાય? સારો જીવ - સારુ ધ્યાન કરી પાપ છોડવાનો પ્રયત્ન કરે.