________________
કર્મના સિદ્ધાંતો સમજીએ-જીવનમાં ઉતારીએ તો આપણું મન શાંત બને છે. જો આપણો પુણ્યોદય જાગતો હોય તો આપણું કોઈ કશુંયે બગાડી શકતું નથી. પુણ્ય બળવાન હોય અને પુણ્યમાં શ્રદ્ધા કેવી રાખી શકાય તેનું એક ઉદાહરણ આપું. એક પુણ્યવાન શેઠને જ્યોતિષીએ કહ્યું કે, તમારો મહિના માટે જબરદસ્ત પુણ્યોદય ચાલે છે શેઠે તેની ખાતરી કરવાનો વિચાર કર્યો. એટલે રાજાએ સભા બરખાસ્ત કરી પછી બધા શેઠિયા નમસ્કાર કરવા ગયા તે વખતે શેઠે રાજાનો મુગટ નમસ્કાર કરવાના સમયે પાડી નાંખ્યો, રાજાને પોતાનું અપમાન કરનાર શેઠને દંડ કરવા તલવાર કાઢી પરંતુ તે જ વખતે મુગટમાંથી ઝેરી નાનો સાપ બહાર આવી રહ્યો હતો. એટલે તરત જ શેઠે - રાજાને કહ્યું કે, આપને ચેતવવાનો સમય ન હતો માટે મેં મુગટ પાડી નાંખ્યો. રાજાએ તલવાર મારવાને બદલે શેઠનું સન્માન કર્યું. આનું જ નામપુણ્યોદય.
એ જ રીતે તમે કોઈકને કાંઈક કહ્યું અને તમારું એને માન્યું નહિ તો ક્રોધ ન કરતાં, તમે કોઈને કાંઈ કહો, અને તે સ્વીકારે તો એમાં પણ તમારું પુણ્ય જોઈએ. એટલે આપણને જે સુખ મળે છે, આવકાર મળે છે, આપણું કહ્યું લોકો માને છે તે આપણાં પુણ્યોદયનાં કારણે. ભલભલા જ્ઞાની હોય પણ પુણ્ય ન હોય તો તેમનું પ્રવચન લોકોને ન પણ ગમે.
- ઈર્ષાના સંસ્કારો પડ્યાં હોય ત્યારે નાનકડાં નિમિત્તમાંથી પણ ક્રોધધ્યાન શરૂ થઈ જાય. દા.ત. સિંહગુફાવાસી મુનિનું કોષ વેશ્યાને ત્યાં આવતું ચોમાસું કરવાનાં વિચારો એટલે વચ્ચેનાં ૮ માસ
29