________________
સંભાવના વધી જાય છે. ક્રોધનો ઉદય થવો એ અલગ છે અને ક્રોધને કર્તવ્ય માનવું તે અલગ છે.
ક્રોધની સાથે જ્યારે અભિમાન ભળે ત્યારે મોટે ભાગે ક્રોધ બહાર દેખાય અને ક્રોધની સાથે જ્યારે માયા ભળે ત્યારે મોટે ભાગે ક્રોધ બહાર દેખાતો નથી. ક્રોધ અકર્તવ્ય લાગે અને ક્રોધને જીતવાનું મન થાય. એટલે તે અપેક્ષાઓને જીતવાનો પ્રયત્ન કરે. જેમકે હસબન્ડ-વાઇફ, જ્યારે શાંતિ હોય ત્યારે નક્કી કરે કે જેને ગુસ્સો આવે ત્યારે બીજુ પાત્ર મૌન રહે. સ્ત્રી જ્યારે કોઈની હાજરીમાં દોષ બતાવે એટલે પોતે હર્ટ થાય. તેમાંથી ક્રોધ આવે છે. પુરુષોનો મેલ ઇગો હણાય છે ત્યારે ગુસ્સો કરે છે. મેં તમને લેટ ટર્ન મારવાનું કહ્યું, પણ તમે માન્યા નહીં અને ક્રોધ શરૂ થઇ જાય છે. ક્રોધ જીતવા નવકાર મંત્રનો સહારો લો, તત્ત્વનો અભ્યાસ કરો. ભગવંતનાં દર્શન કરો. ઉત્તમ ભાવનાથી મનને ભાવિત કરો, સદ્ગુરુનો સમાગમ કરો. ભૂતકાળનાં મહાપુરુષો જેવાં કે ગજસુકુમાર, ખંધકમુનિ વગેરેને યાદ કરો. ખુદ મહાવીર પરમાત્માનાં જીવનમાં અનેક ઉપસર્ગો આવ્યાં છતાં પરમાત્મા શાંત, પ્રશાંત અને ઉપશાંત જ રહ્યાં. કલ્પસૂત્રની ટીકામાં પણ લખ્યું છે કે ક્રોધે ભગવાનને કહ્યું કે અહીંયા મારી જરાય જરૂર નથી. | તપસ્વી તો ક્રોધી ક્યારેય ન હોય, કારણ કે તપ એટલે ઇચ્છાનો નિરોધ. જેને ઇચ્છાને જીતી છે. તે ક્રોધને પણ જીતે જ. આજે તપસ્વીઓની બેસણાં, એકાસણાં કે આયંબિલમાં કેટલી વસ્તુઓની માંગણી હોય છે?
આપણામાં ક્રોધ ધ્યાન ન આવે એ માટે અન્ય રીતે પણ વિચારી શકાય. જેમકે, તમારી પાછળ તમારું કોઈ નબળું બોલે, તો
( 47