________________
સ્નાન કરવું પડશે. ચાંડાળે હાથ જોડીને માફી માંગી. પછી હવે વાત રહી સ્નાનની. આપ તો સ્નાન કરો કે ના કરો પરંતુ મારે તો ચોક્કસ સ્નાન કરવું જ પડશે. સંન્યાસીએ આશ્ચર્ય સાથે પૂછ્યું તારે સ્નાન કેમ કરવાનું? તો ચાંડાળે કહ્યું કે આપે જે મારા પર ક્રોધ કર્યો છે તો ચાંડાળ નહીં મહાચાંડાલ છે અને આપના ક્રોધે મને સ્પર્શ કર્યો છે, માટે મારે સ્નાન કરવું પડશે. સંન્યાસીનું માથું શરમથી ઝુકી ગયું.
હવે આપણે ક્રોધને તાત્વીક રીતે સમજીએ.
ક્રોધના કારણે ઉત્પન્ન થતું ધ્યાન અથવા ક્રોધને ઉત્પન્ન કરતું ધ્યાન અથવા ક્રોધને ઉત્તેજીત કરતું ધ્યાન તે ક્રોધધ્યાન કહેવાય છે. જેને ધમધમાટ વધારે હોય તેને આ ધ્યાન હોય. ધમધમાટબે પ્રકારનાં હોય. કેટલાંકનો ખુલ્લો હોય, કેટલાકના માયાથી ઢાંકેલો ધમધમાટ હોય. જે વ્યક્તિનાં જીવનમાં, જેટલી અપેક્ષા વધારે હોય તેટલું વધારે ક્રોધધ્યાન આવે. અપેક્ષાઓ અનેક પ્રકારની હોય. જેમકે ખાવાપીવાની, હરવા-ફરવાની, માન-મેળવવાની, પોતાનું કહ્યું કરાવવાની, બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચવાની પણ અપેક્ષા હોય છે. આ અપેક્ષા પૂરી ન થાય એટલે અરૂચિ, અણગમો થાય. એ વખતે હતાશા કે નિરાશાથી જે બોલાય કે વિચારાય તે ક્રોધધ્યાન છે. માટે અપેક્ષાઓને જીતવાનો નક્કર પ્રયત્ન કરવો પડે. ક્રોધનું બીજ જ અપેક્ષા છે. સારૂં જીવન, શાંત જીવન, પવિત્ર જીવન જીવવું હોય તો અપેક્ષાને જીતવી જ જોઈએ. આ માટે એક માસ્ટર મંત્ર છે બોલો આપું ? “મારે કાંઈ જોઈતું નથી અને મારો કોઈ શત્રુ નથી.” અપેક્ષાનાં ત્યાગમાંથી સુખનાં ઝરણાં નીકળી પડે છે. જીભ ક્રોધને સાથ ન આપે તો જીવનના અડધા ઝગડા પતી જાય.
ક્રોધધ્યાન જેને હોય તેને પોતાની ભૂલ ન દેખાય - પણ સામાની જ ભૂલ દેખાય. ક્રોધને કારણે મોટે ભાગે રૌદ્રધ્યાનની
4િ6)