________________
ક્રોધને ઘણા લોકો શક્તિ માને છે. ઘણા કહે છે કે કર્મચારીઓ ઉપર - જો ગુસ્સો કરીને વાત કરીએ તો તેઓ ભયથી પણ કામ કરે છે પરંતુ ખરેખર પ્રેમ એ મહાન શસ્ત્ર છે. ક્રોધ એ શક્તિ નથી પણ શક્તિનો બગાડછે.
આપણે ક્રોધ વિષે તાત્વિક વાત સમજીએ તે પહેલા કેટલાક લૌકિક સાચા બનેલા ઉદાહરણો જોઈએ.
એક ૮૨ વર્ષના માજી મરણ પથારીએ હતા.
એક પૂ. સાધુ નિર્ધામણા કરાવવા ગયા. પૂ. સાધુએ કહ્યું કે માજી હવે બધાને ખમાવી દો. ત્યારે માજીએ કહ્યું કે હું બધાને ખમાવું છું પણ વચેટ દિકરાને ખમાવતી નથી. કારણકે એ નખ્ખોદિયાનું મારે મોં પણ જોવું નથી. આમ જીંદગીના આખરી શ્વાસમાં પણ જીવનના વેરઝેર અને બદલાની ગાંઠ વધુને વધુ મજબૂત બનાવે છે. સાચી ક્ષમા એ જીવનનો આનંદ છે. હૃદયમાં વેરઝેર હોય તો કોઈ પણ ધાર્મિક ક્રિયા, આધ્યાત્મ બનતી નથી. ક્ષમા એ અનેક ગુણોની કુક્ષી છે. ક્ષમાથી વેરની ગાંઠ છૂટે છે. શેરડીમાં જ્યાં ગાંઠ હોય ત્યાં રસ હોતો નથી. આથી જ જ્યાં ગાંઠ છે ત્યાં સંબંધો નીરસ બની જાય છે. જ્યાં ક્રોધ છે, ત્યાં ક્લેશ થાય છે. ક્ષમા એ ધર્મ અનુષ્ઠાનનો માપદંડ છે સમતાથી ખબર પડે કે ધર્મ કેટલો પચ્યો છે.
કાશીમાં એક સંન્યાસી રહેતા હતા. ગંગાનદીમાં સ્નાન કરી પૂજાપાઠ કરવા જતા હતા. પોતે ચોખાઈ અને પવિત્રતાના ખૂબ આગ્રહી
હતા. એક દિવસ સ્નાન કરીને જતા હતા, ને ત્યાં જ એક ચાંડાળ અથડાઈ ગયો.
સંન્યાસી ક્રોધે ભરાયા. બોલ્યા કે આંધળો છું, જોઈને ચાલતો નથી, હવે મારે ફરી
(45)