________________
ક્રોધ ધ્યાન
કડવા ફળ છે ક્રોધનાં, જ્ઞાની એમ બોલે, રીસતણો રસ જાણીને - હળાહળ તોલે.
ક્રોધે ક્રોડ પૂરવતણું, સંયમ ફળ જાય, ક્રોધ સહિત તપ જે કરે, તે તો લેખે ન થાય
કડવા ફળ છે ક્રોધના.
સાધુ ઘણો તપિયો હતો ધરતો મન વૈરાગ્ય, શિષ્યના ક્રોધ થકી થયો - ચંડકૌશિયો નાગ.
આગ ઉઠે જે ઘર થકી - તે પહેલું ઘર બાળે, જળનો જોગ જો નવી મળે તો પાસેનું પ્રજાળે.
ક્રોધ તણી ગતિ એહવી, કહે કેવળનાણી, હાણ કરે જે હેતની, જાળવજો એમ જાણી.
ઉદયરત્ન કહે ક્રોધને કાઢજો ગળે સાહી, કાયા કરજો નિર્મળી-ઉપશમરસે નાહી.
44
કડવા ફળ...
કડવા ફળ છે...
કડવા ફળ છે...
કડવા ફળ છે...
કડવા ફલ છે ક્રોધ...
પૂ. ઉદયરત્નસૂરિએ ઉપર મુજબની સજ્ઝાયમાં ક્રોધ વિષે ઘણી સમજ આપેલ છે. જો માત્ર ઉપરની ક્રોધની સજ્ઝાયની સાચી સંવેદના લઈએ એટલે કે સાચી સમજ મેળવીએ તો ક્રોધ ખરેખર પાતળો પડે તેમાં બેમત નથી.