________________
કર્મ ઉદયમાં આવે તો વાત જુદી છે. જેમકે અગ્નિશર્મા મહાતપસ્વી હોવા છતાં જ્યારે ત્રીજું પારણું ન થવાથી પાછો આવ્યો ત્યારે ક્રોધ રૂપી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન આવવાથી નિયાણું કર્યું કે “ ‘અગ્નિશર્માનો ભવોભવનો હું મારનારો થાઉં’’ અને આમ આવા દુર્ગાનને કારણે પોતાના આત્માનું અહિત કરી બેઠો. તેના ગુરુ કૌડિન્ય ઘણું સમજાવ્યું કે સામાની ભૂલ તે કર્મને આધીન છે તું દુર્ગાનને છોડીને તારા આત્માનું અહિત થતું અટકાવ. પરંતુ અગ્નિશર્મા ક્રોધના એવા રૌદ્રધ્યાનમાં ચડ્યો કે ગુરુની વાત પણ માની નહીં અને ઘણું અહિત પોતાના આત્મા માટે કરી બેઠો.
આપણા આત્માનું અહિત અટકાવી શકાય માટે આપણને આવતા મુખ્ય કષાયોને સમજવા છે જેથી આવા કષાયો આપણા જીવનમાં પાતળા પડે આ માટે આપણે સૌ પહેલા ક્રોધ કષાયને સમજીએ અને આપણા જીવનમાં ક્રોધને કાઢવાનો પ્રયત્ન કરીએ.
ટૂંકમાં મનની સમાધિને સુસ્થિર બનાવવામાં અંતરાયભૂત બનતાં આર્ત અને રૌદ્ર ભાવોથી કેવી રીતે બચવું તે આતુરપ્રત્યાખ્યાન ગ્રંથમાં સમજાવ્યું છે. ગ્રંથકારે, આર્ત-રૌદ્રધ્યાનને ૬૩ વિભાગમાં વહેંચી બતાવ્યાં છે.
ક્રોધી માનવીનું મન મોટું દારૂખાનું છે. તેમાં એક ચીનગારી પડતા બધું જ સળગી જાય છે. ક્રોધી માણસના ચિત્તમાં ગુસ્સાનો એક વિચાર પણ આવે તો તેનો ક્રોધ આસમાને પહોંચશે.
માટે જ્યાં સમજણ કે વિવેક છે ત્યાં જ શાંતિ છે. જો સમજણ અને શાંતિ બરોબર હોય તો ક્રોધને દૂર કરી શકાશે અને મનની અશાંતિ પણ દૂર કરી શકાશે.
પરંતુ આ પુસ્તકમાં આપણને વારેવારે તથા રોજીંદા જીવનમાં આપણું અહિત કરે છે, તેવા દુર્ગાન સમજાવેલ છે. પુરુષાર્થ કરીને આ છ દુર્ગાનને પાતળા પાડવા છે અને સમ્યકદર્શન મેળવવું છે. આવા હેતુથી આ પુસ્તક લખેલ છે.
41