________________
ક્રોધ યાના
દિલ શિક્ષા ક્રોધ એ શક્તિ નથી શક્તિનો બગાડ છે. જીવનમાં જેટલો ક્રોધ ઓછો એટલું આપણું જીવન શાંત બનશે. આ માટે અપેક્ષાને જીતવી પડે. અપેક્ષાના ત્યાગથી આપણું જીવન સુખી બને છે. જેટલી કર્મના સિદ્ધાંતમાં શ્રદ્ધા વધે તેટલો ક્રોધ ઉપર કાબુ આવી શકે. સામાના દોષ જોવાને બદલે પોતાના દોષ જોતા શીખીએ તો ઝગડો થવાનો પ્રશ્નનરહે અને ક્રોધ આવે જ નહીં. . અત્યારના જમાનામાં લોકો ભાગ-દોડ કરે છે. પરિગ્રહ વધારતા જ જાય છે જેથી ખૂબ ઉગ્ર બની જાય છે. અને તે તેથી ખૂબ ઝડપથી સામી વ્યક્તિ પર ક્રોધ કરી બેસે છે.
છે. આજે મેડીકલ સાયન્સ પણ કહે છે કે ક્રોધને કારણે માણસ હાર્ટ એટેકનો શિકાર બને છે. માટે જ આપણે પુરુષાર્થ કરીને પણ ક્રોધ ન આવે તેવા પ્રયત્નો કરવા જોઈએ. શરીરનું નુકશાન કરતાં આત્માની બેહાલી સર્જનાર આ ક્રોધ છે, તેને દૂર કરવા આપણે સત્ત્વ પ્રગટાવવું જ છે.