________________
કોઈ નિમિત્ત આપે કે ન આપે પણ આપણે જો ચિત્તવૃત્તિને બરોબર કેળવીએ તો દુર્ધ્યાન થતું અટકી શકે.
આમ છતાં ઘણાં એવું બોલે છે કે મને પત્ની એવી કંકાસ કરનારી મળી છે કે વાતે વાતે આર્તધ્યાન કરાવે છે તો કોઈ વળી કહે છે કે દીકરો એવો માથાનો મળ્યો છે કે ડગલે ને પગલે દુર્ધ્યાન કરાવે છે આમ દોષ આપણે કાઢ્યા કરીએ છીએ. આ દુર્ધ્યાનથી બચવાનો માર્ગ નથી દરેક જીવો જુદા જુદા સ્વભાવવાળા છે. આવા સમયે જાતને કેવી રીતે કેળવવી તે જોવાનો આપણો અધિકાર છે જગત
આપણને આધીન નથી. જગતને સુધારવું આપણા હાથની વાત નથી, આપણો પોતાનો સ્વભાવ સુધારવો તે આપણને આધીન છે. નદી ક્યારેય ફરિયાદ નથી કરતી કે જમીન ખાડા, ટેકરાવાળી કેમ છે ? ઉંચી નીચી કેમ છે ? જેવી જમીન હોય તેમાંથી નદી પોતાનો માર્ગ કરી લે છે, એમ આપણે પણ નદી જેવો સ્વભાવ કેળવી લઈએ તો દુર્ધ્યાનથી બચી શકીએ.
ટૂંકમાં મન પર ચોકી કરીને, મનની સમાધિને અંતરાય કરતાં આર્ત અને રૌદ્ર ભાવોથી બચવાનું છે.
એક નામાંકિત મનોવિજ્ઞાની ડો. રોજર્સે કહ્યું છે કે મોટા ભાગના મનોરોગોનું મૂળ કારણ દુર્ધ્યાન છે.
સાનફ્રાન્સિસ્કોના વિખ્યાત કાર્ડિયોલોજી ડો. ફ્રીડમેન અને રોઝમેને કહ્યું છે કે અતિ મહત્વકાંક્ષા, પ્રતિસ્પર્ધા - અસંયમી જીવન – નિરંકુશ જીવન જીવનારા હંમેશા ચિંતા - ભય - ક્રોધ – આવેશ - તનાવ જેવા દુર્ધ્યાનમાં જ રહેતા હોય છે. અને આવી તનાવગ્રસ્ત જિંદગીને કારણે જ હૃદયરોગની સંભાવના અનેક ગણી વધી જાય છે. માટે આવા દુર્ધ્યાનને સમજીને આપણા જીવનમાંથી દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ.
આ માટે પૂ. શ્રી વિનયવિજયજી મહારાજનો શાંત સુધારસ તથા પૂ. ઉમાસ્વાતીજી મહારાજનો પ્રશમરતિ ગ્રંથ વાંચી ને આચરણમાં ઉતારીએ તો દુર્ધ્યાન આવતું અટકી શકે. કોઈનિકાચીત
40